છેલ્લા થોડા દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હોળી બાદ પણ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જેના કારણે સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે આ સારો સમય છે.

છેલ્લા થોડા અઠવાડિયાથી સોનુ 45,000ની આસપાસ બનેલું છે. પરંતુ હવે ભાવ 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગયો છે. ખરાબ ગ્લોબલ સંકેતોના સોનુ કાલે 792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટવાની સાથે 43850 રૂપિયા પર બંધ થયું.

સોમવારના રોજ સોનાનું MCX વાયદા 44,000ની નીચે સરકી ગયું હતું. આ દરમિયાન સોનાને 43320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઇન્ટ્રા ડે લોને પણ સ્પર્શી લીધું. જો કે આજે MCX ઉપર સોનાનો એપ્રિલ વાયદામાં 250 રૂપિયાની સામાન્ય મજબૂતી જોવા મળી.

જો કે, ભાવ હજુ 44000ની નીચે જ છે. જો એક નજર ગયા અઠવાડિયે નાખીએ તો સોમવારના રોજ સોનુ 44905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, ત્યારથી લઇ અત્યાર સુધી સપનું 1000 રૂપિયા સસ્તું થઇ ગયું છે.

તો વાત ચાંદીના ભાવની જો કરવામાં આવે તો ચાંદીમાં પણ 646 રૂપિયા પ્રતિ કીલોનો ઘટાડો આવ્યો છે. જે આજે પણ ચાલુ જ છે. MCX ઉપર ચાંદીનો મે વાયદો આજે 300 રૂપિયાની કમજોરી સાથે 63880 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. ગત સોમવારના રોજ ચાંદી 66331 પ્રતિ કિલો પર હતી. એક અઠવાડિયામાં ચાંદી 2200 રૂપિયાથી પણ વધારે તૂટી ગઈ છે.