ફક્ત આટલા રૂપિયામાં મળી રહ્યા છે ગોલ્ડ મોમોઝ, સાથે આપવામાં આવે છે એવી એવી વસ્તુઓં કે આંગળ ચાટતા રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ખાણીપીણીને લગતા ઘણા વીડિયો તમે જોયા હશે, જેમાં ખાણીપીણીની અલગ અલગ વસ્તુઓ જોઈને કોઈના પણ મોઢામાં પાણી આવી જાય. વળી આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જેના દ્વારા કોઈપણ ખૂણાની અંદર મળી રહેલી ટેસ્ટી વસ્તુના વીડિયો પણ બની જતા હોય છે અને વાયરલ થઇ જતા હોય છે, જેના દ્વારા લોકોને એ જગ્યા અને એ વસ્તુના ટેસ્ટનો આનંદ માણવામાં સરળતા રહે છે.

હાલ સોશિયલ મીડિયાની અંદર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોની અંદર ગોલ્ડન મોમોઝ જોવા મળી રહ્યા છે. આ ગોલ્ડન મોમોઝ મુંબઈમાં મળી રહ્યા છે. જેને ગોલ્ડ ફોઈલમાં લપેટવામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને જ મોઢામાં પાણી આવી જાય.

ગ્રાહકને આકર્ષવા માટે મોમઝ સાથે ઓરેન્જ મિન્ટ મોજિતો, ચોકલેટ મોમઝ અને અને ઘણા પ્રકારની ચટણી અને સોસ સાથે સર્વ કરવામાં આવે છે. આ ગંગોલ્ડ મોમઝની કિંમત 1299 રૂપિયા છે. સોશિયલ મીડિયા ઉપર આ ગોલ્ડ મોમોઝનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.


મામબાઈના મેસી અડ્ડામાં આ ગોલ્ડ મોમોઝ વેચાઈ રહ્યો છે. જેનું નામ બાહુબલી ગોલ્ડ મોમઝ છે. તેનું વજન 2 કિલો છે અને તે ઘણા પ્રકારના કોમ્બિનેશન સાથે આવે છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક મોટા વરાળ વાળા કટોરામાં આ મોમઝ રાખવામાં આવ્યો છે. સાથે તેની સાથે સર્વ કરવામાં આવતી વસ્તુઓ પણ જોવા મળી રહી છે.

Niraj Patel