આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો આજનો નવો ભાવ

મંગળવારે સવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોટિડી એક્ચેન્જ MCX પર જૂન વાયદાના સોનાના ભાવમાં 0.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. ચાંદી તેજી સાથે 68,503 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી છે.

મંગળવારે મલ્ટી કોમોટિડી એક્ચેન્જ પર જૂન વાયદાના સોનાના ભાવમાં 139 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે સોનાના ભાવ 47,254 પ્રતિ 10 ગ્રામ થયો છે. ગત સત્રમાં સોનાનો ભાવ 47,850 રૂપિયાની ટોંચ પર પહોંચ્યો હતો.

24 કેરેટ સોનાની દિલ્હીમાં કિંમત પ્રતિ 10 ગ્રામ 50,630 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં 49,040 રૂપિયા, મુંબઈમાં 46,080 રૂપિયા, કોલકાતામાં 49,610 રૂપિયા, હૈદરાબાદમાં 48,610 રૂપિયા અને બેંગલુરુમાં 48,610 રૂપિયા છે.

22 કેરેટ સોનાની કિંમત દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામ ભાવ 46,410 રૂપિયા છે. ચેન્નાઈમાં 44,960 રૂપિયા, મુંબઈમાં ભાવ 45,080 રૂપિયા, કોલકાતામાં 46,910 રૂપિયા, બેંગલુરુમાં 44,150 રૂપિયા અને હૈદરાબાદમાં 44,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Shah Jina