બકરી ઈદ ઉપર બજારમાં માલિક તેના બકરાને વેચવા માટે લઈને આવ્યો, માલિકના ખભે માથું મૂકીને એવો રડ્યો બકરો કે લોકોના કાળજા કંપી ઉઠ્યા, જુઓ

બકરી બજારના આ દૃશ્યએ તો લોકોની આંખોમાં આંસુઓ લાવી દીધા, માલિકના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો બકરો, જુઓ વીડિયો

માણસો ક્યારે દગો આપે એ કઈ કહેવાય નહીં, પરંતુ પ્રાણીઓ ક્યારેય દગો નથી આપતા, તમે તેને જેટલો પ્રેમ આપશો તેનાથી તે બમણો પ્રેમ તમને પાછો આપશે. સોશિયલ મીડિયામાં પ્રાણી પ્રેમના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા રહે છે, પાલતુ પ્રાણીઓને જ્યારે માલિકથી અલગ થવાનો સમય આવે છે, ત્યારે તેમનું દિલ પણ તૂટી જાય છે અને તેઓ રડવા પણ લાગે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બકરો તેના માલિકને ગળે લગાવીને માણસોની જેમ રડતો જોવા મળે છે.

રડતા બકરાનો આ વીડિયો રવિવારે ઉજવવામાં આવેલી ઈદ-ઉલ-અદહા એટલે કે બકરી ઈદ 2022 સાથે જોડીને વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બજારમાં માલિક તેના બકરાને લઈને વેચવા માટે આવ્યો હતો. જ્યારે માલિકે બકરાના ખરીદદાર પાસે તેનો સોદો કર્યો, ત્યારે બકરો તેના માલિકના ખભા પર માથું મૂકીને રડવા લાગ્યો.

બકરાનો રડવાનો અવાજ ત્યાં હાજર દરેકે લોકો સાંભળ્યો, આ દૃશ્ય એવું હતું જેને જોઈને કોઈનો પણ આત્મા કંપી ઉઠે. ત્યાં હાજર લોકોની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા. માલિક પણ બકરાને ગળે લગાવ્યો અને તેમની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા હતા. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે માલિકે બકરાનો સોદો કરી અને પૈસા લઇ લીધા હતા. જો કે આગળ શું થયું તે વીડિયોમાં જોવા નથી મળી રહ્યું છે.

આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે? તેના વિશેની કોઈ પુષ્ટિ થઈ નથી. જો કે આ વીડિયો બકરી બજારનો લાગી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણા લોકોની આંખોમાં આંસુઓ લાવી રહ્યો છે. બકરી ઈદ મીઠી ઈદથી અલગ છે. આ દિવસે બકરા અને ઘેટાનું બલિદાન આપવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બકરા અને ઘેટાની બલી આપ્યા બાદ તેમના માંસને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. એક પોતાના માટે, બીજો સ્વજનો માટે અને ત્રીજો ગરીબો માટે. ઈદના દિવસે મોટી સંખ્યામાં લોકો બકરા વેચવા આવે છે. ઈદ-ઉલ-ફિત્ર પછી બકરી ઇદ એ બીજો સૌથી મોટો મુસ્લિમ તહેવાર છે.

Niraj Patel