સરકારી ઓફિસમાંથી ફાઈલ લઈને ભાગી બકરી, પકડવા માટે પાછળ દોડ્યો કર્મચારી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર સરકારી ઓફિસનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના કાનપુરનો છે. જ્યાં એક બકરી સરકારી ઓફિસમાં ઘૂસી ‘ફાઈલ’ લઈને ભાગવા લાગી. વીડિયો જોઈને લાગે છે કે કદાચ ‘ફાઈલ’ બહુ મહત્વની હશે, ત્યારે જ એક વ્યક્તિ પણ બકરીની પાછળ દોડતો જોવા મળે છે. તેને જોઈને સ્પષ્ટ થાય છે કે તે વ્યક્તિ કોઈક રીતે બકરી પાસેથી તે ફાઈલ છીનવી લેવા માંગે છે. પરંતુ બકરી પણ ઓછી નથી, તે અટકવાનું નામ પણ નથી લઈ રહી અને કર્મચારીને તેની પાછળ દોડાવી રહી છે.

22 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાળી બકરી મોઢામાં કાગળ લઈને ઉભી છે. જેવી વ્યક્તિ તેની પાસે દોડે છે, બકરી પણ ઝડપથી દોડવા લાગે છે. તમે જોઈ શકો છો કે બકરી કેવી રીતે આગળ પાછળ દોડી રહી છે અને માણસ તેને પકડવા તેની પાછળ દોડી રહ્યો છે. જ્યારે અન્ય લોકો આ ઘચનાની ખૂબ મજા લઈ રહ્યાં છે.

1 ડિસેમ્બરના રોજ ટ્વિટર પર આ ફની વીડિયો શેર કરતા @apnarajeevnigam નામના યુઝરે લખ્યું – કાનપુર પણ અદ્ભુત છે ભાઈ… સરકારી ઓફિસમાંથી એક બકરી કાગળ ચાવીને ભાગી રહી છે અને કર્મચારીઓ તેનો પીછો કરી રહ્યા છે. બકરીનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 42 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- બકરી સરકારી કામોનું નિરીક્ષણ કરી રહી છે. બીજાએ લખ્યું કે બકરી સરકારી લાગે છે.

YC