શાકાહારી કહેવાતી બકરી ખાઈ રહી છે માછલી, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો હોય છે જે રાતો રાત વાયરલ બની જતા હોય છે, ઘણા વીડિયો હેરાન કરી દેનારા હોય છે, તો ઘણા પ્રાણીઓના વીડિયોને જોઈને પણ લોકો ખુશ થઇ જાય છે અને આવા વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બકરી માછલીઓ ખાઈ રહી છે.

શું તમે ક્યારેય કોઈ બકરીને માંસ ખાતી જોઈ છે ? શું તમને લાગે છે કે કોઈ બકરી ઘાસ છોડી અને માંસ ખાવા લાગી જશે ? એ સાચું જ છે કે તમે ના જ કહેવાના છો કારણ કે બકરી ક્યારેય માંસાહારી જોવા નથી મળતી, પરંતુ આ વાયરલ વીડિયોની અંદર બકરી માછલી ખાતી જોવા મળે છે અને એટલા માટે જ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક બકરીને માછલી ચાવતા જોઈ શકાય છે. આ વીડિયોને જોયા બાદ પણ કેટલાક લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે શું આવું પણ હોઈ શકે ? કારણ કે અત્યાર સુધી મોટાભાગના લોકોએ શાકાહારી અને ઘાસ ખાતી બકરી જ જોઈ હશે.


વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ટોપલીની અંદર ઘણી બધી માછલીઓ રાખેલી છે અને બકરી એક પછી એક માછલી પોતાના મોઢામાં નાખી અને પોતાના જડબા અને દાંતથી માછલીને કટ કટ દબાવીને ખાઈ રહી છે. ઘણા પ્રાણીઓની આવી અજીબો ગરીબ હરક્તોના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે.

Niraj Patel