ગોવામાં મોટા સંબંધના રેકેટનો પર્દાફાશ, ગ્રાહક પાસે કઢંગી હાલતમાં મળી ટીવી અભિનેત્રી

મુંબઇની સ્વરૂપવાન ટીવી અભિનેત્રી રંગેહાથે પકડાઈ ગઈ, એવી હાલતમાં હતી કે પોલીસને પણ શરમ આવી ગઈ

ગોવા ક્રાઈમ બ્રાન્ચે હોળી પર હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ કરતા એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલાઓને બચાવી છે. પોલીસે આ સમગ્ર ઓપરેશન પણજી નજીકના સાંગોલ્ડા ગામમાં પાર પાડ્યું હતું. મળતી માહિતી મુજબ, બે મહિલા મુંબઈ નજીકના વિરારની છે, જ્યારે ત્રીજી હૈદરાબાદની છે. ગોવામાં ટોપ મોડલ્સ અને ટીવી અભિનેત્રીઓ સાથે રેકેટનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. અનેક પગલાં લેવા છતાં પણ આ પ્રકારનું કામ અટકાવી શકાયું નથી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે શુક્રવારે ગોવા ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે તેમણે હૈદરાબાદમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. પણજી નજીક સાંગોલ્ડા ગામમાં વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ કર્યા પછી ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે.ગોવા પોલીસે જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે હાફિઝ સૈયદ બિલાલ નામનો વ્યક્તિ આ કામમાં સામેલ છે. બાદમાં પોલીસે તેને પકડવાનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સમાચારની પુષ્ટિ થયા પછી, ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું, જે દરમિયાન હૈદરાબાદના રહેવાસી આરોપીએ સાંગોલ્ડા ગામની એક હોટલ પાસે રૂ. 50,000 આપીને સોદો પતાવ્યો. આ પછી, દલાલે જેવો જ ત્રણેય મહિલાઓને રજૂ કરી, તેની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલી મહિલાઓની ઉંમર 30થી 37 વર્ષની વચ્ચે છે. ગોવા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી હતી.

હાફિઝ સૈયદ બિલાલ નામનો વ્યક્તિ વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ માહિતીની ખરાઈ કર્યા બાદ નકલી ગ્રાહકની મદદથી હૈદરાબાદના આ વ્યક્તિનો સંપર્ક કરીને સોદો ફાઈનલ કરવામાં આવ્યો હતો. સોદા હેઠળ 50 હજાર રૂપિયા આપવાના હતા અને સાંગોલ્ડ ગામની એક હોટલમાં આપવાનું નક્કી થયું હતું. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે 26 વર્ષીય યુવકની 17 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે અન્ય ત્રણ મહિલાઓ સાથે સ્થળ પર પહોંચ્યો હતો.

Shah Jina