ભવ ભવન બંધનમાં બંધાયા અનંત અને રાધિકા ! રોયલ અંદાજમાં થઇ રાધિકાની એન્ટ્રી, અનંતની ખુશીએ દિલ જીતી લીધા, જુઓ વીડિયો

ચાંદના ટુકડા જેવી લાગી રહી હતી રાધિકા મર્ચન્ટ, અસલી સોનાના લહેંગામાં થઇ દુલ્હનની વિદાય, જુઓ લગ્નની ખાસ મોમેન્ટ

Glimpses of Anant Radhika wedding : 12 જુલાઈ એ યાદગાર દિવસ હતો જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ભવ ભવના બંધનમાં બંધાઈ ગયા હતા. જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત-રાધિકાના શાહી લગ્ન થયા હતા. જેમાં દેશ-વિદેશના VVIP મહેમાનોએ ભાગ લીધો હતો. અનંત-રાધિકાના વૈભવી લગ્ન વર્ષો સુધી યાદ રહેશે.

લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્ય રોયલ લાગતા હતા. કાર્દશિયન બહેનો, જ્હોન સીના, રેમા, શાહરૂખ ખાન, બચ્ચન પરિવાર સહિત ઘણી બોલીવુડ, હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વર્ષના સૌથી મોટા લગ્નના સાક્ષી બન્યા હતા.

અનંત-રાધિકાના વૈભવી લગ્ન ચોક્કસપણે વર્ષો સુધી યાદ રહેશે. વરરાજા કરોડોની કિંમતની લક્ઝરી કારમાં લગ્ન સ્થળે પહોંચ્યા હતા. જ્યારે રાધિકા મર્ચન્ટે પરંપરાગત ગુજરાતી રંગના લાલ અને સફેદ લહેંગા પહેર્યા હતા. અનંત-રાધિકાના લગ્નના આ ફંક્શન 14મી જુલાઈ સુધી ચાલશે.

અંબાણી પરિવારની નવી વહુ રાધિકા મર્ચન્ટ બ્રાઈડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની શૈલી અપ્સરાથી ઓછી નહોતી. રાધિકાએ અબુ જાની અને સંદીપ ખોસલાના ગુજરાતી શૈલીના ઘાગરામાં રોયલ એન્ટ્રી કરી હતી. તેના લગ્નના આઉટફિટ જેટલી ચર્ચામાં હતી તેટલી જ તે તેના વિદાયના આઉટફિટમાં પણ એટલી જ સુંદર દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રાધિકા ખૂબ જ સિમ્પલ અને ક્વીન સ્ટાઇલ વેડિંગ ડ્રેસ (રાધિકા મર્ચન્ટ વેડિંગ)માં જોવા મળી હતી. તેણે પોતાના વેડિંગ લૂક સાથે નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. તે જ સમયે, હવે તેનો વિદાય લૂક પણ સામે આવ્યો છે. રિયા કપૂરે રાધિકા મર્ચન્ટની વિદાયની શ્રેણીબદ્ધ તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો તેની સુંદરતા અને મીઠી સ્મિતથી આશ્ચર્યમાં છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વિદાયમાં, રાધિકાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ લાલ-ગોલ્ડન રંગનો પોશાક પહેર્યો હતો. આ પોશાક વાસ્તવિક સોનાનો બનેલો હતો. રાધિકાનો લુક શેર કરવાની સાથે રિયા કપૂરે તેના આઉટફિટ સાથે જોડાયેલી વિગતો પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ લગ્ન સમારોહમાં દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો છે. જ્યારે વરરાજા રાજા અનંત અંબાણી તેમના લગ્ન માટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ગયા ત્યારે બધાની નજર અનંતની રોલ્સ રોયસ પર હતી. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા માટે રોલ્સ રોયસ કુલિયન બ્લેક બેજમાં પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel