મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનમાં મહેમાનો માટે કરી છે કેવી તૈયારીઓ ? વીડિયોમાં ઝલક જોઈને આભા રહી જશો

અંબાણીના પ્રી વેડિંગ: ગ્રીન રૂમથી લઇને લક્ઝુરિયસ કાર સુધી, વિદેશી અબજોપતિ મોંઘેરા મહેમાનોને આવી ફેસિલિટી મળશે, જુઓ

Glimpse of welcoming guests jamnagar : જામનગરમાં આજથી ધૂમધામ શરૂ થઇ ગઈ છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ ફંક્શનની તૈયારીઓ માટે આખા જામનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. મુકેશ અંબાણી પોતાના નાના દીકરાના લગ્ન માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે અને આ દરમિયાન દેશ અને દુનિયામાંથી ઘણા બધા સેલેબ્સ પણ જામનગરમાં આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે અંબાણી પરિવાર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેની એક ઝલક જોઈએ.

સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો સામે આવ્યા છે, જેમાં આ પ્રિ વેડિંગ સેરેમનીની ઝાંખી જોવા મળી રહી છે. જેમાં દેશ અને દુનિયામાંથી આવેલા સેલેબ્સનું એરપોર્ટ પર વેલકમ કરવામાં આવતું હોય કે પછી તેમને ઉતારા સ્થળ સુધી લઇ જવામાં આવતા હોય. એ તમામ બાબતોમાં અંબાણી પરિવાર દ્વારા ખુબ જ ઝીણવટ રાખવામાં આવી છે. સાથે જ વીવીઆઈપી મહેમાનોની સુરક્ષા માટેની પણ ખુબ જ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનને લઈને જામનગર એરપોર્ટ પર પણ ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. સતત બીજા દિવસે પણ મહેમાનોનું આગમન થઇ રહ્યું છે. અત્યાર સુધી ઘણા બધા સેલેબ્સ આવી પહોંચ્યા છે અને હજુ પણ ઘણા સેલેબ્સ આવી રહ્યા છે. સિંગલ ડિજિટ લેન્ડિંગ માટે ઉપયોગમાં લેવાતા જામનગર એરપોર્ટ પર 1 માર્ચના રોજ 50થી પણ વધુફલાઇટ નું લેન્ડિગ થતું જોવા મળવાનું છે.

જામનગર એરપોર્ટને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે, કારણ કે મહેમાનો પહેલા જામનગર એરપોર્ટ પર ઉતરે છે અને અહિયાંથી તેઓ RIL રિફાઇનરી કોમ્પ્લેક્સમાં જઈ રહ્યા છે.  મહેમાનોને પ્રી વેડિંગ વેન્યૂ સુધી લઇ જવા માટે લક્ઝુરિયસ કારનો કાફલો એરપોર્ટ પર પહોંચી ગયો છે.  તો અહીંયા મહેમાનો માટે ખાસ ગ્રીન રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મહેમાનો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગ્રીન રૂમમાં અવનમારા મહેમાનો માટે કોલ્ડ ડ્રિન્ક અને મીઠાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી આવી રહેલા મોંઘેરા મહેમાનોનું મોઢું મીઠું કરાવવા માટે ડ્રાયફ્રૂટ સુખડી, ચૂરમાના લાડુ, પિસ્તા સ્વીટ, હલવાસન, મોહનથાળ, સુરતી ઘારી જેવી મીઠાઇઓ ખાસ બનાવડાવવામાં આવી છે.તો વેલકમ ડ્રિંક્સમાં મહેમાનોને આમ પન્ના અને લેમન સિકંજી પીરસવામાં આવી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મહેમાનો માટે તૈયાર કરવામાં આવેલા આ ગ્રીન રૂમની રસુંદરતા વધારવા માટે અલગ અલગ અલગ પ્રકારના ફૂલોથી શરણાગર પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રીન રૂમની અંદર ગુજરાતની ઝાંખી પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં મહેમાનોના સ્વાગતથી લઈને ગ્રીન રૂમ સુધીની સફર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel