જુઓ પીઠીની તસવીરો : ભારતીય યુવતી સાથે લગ્ન કરીને અડધો ભારતીય બની ગયો આ વિદેશી ખેલાડી, લોકોએ કહ્યું, “હવે તેને ભારત માટે રમવું જોઈએ !”

હોલીવુડના ઘણા અભિનેતા અને વિદેશી ક્રિકેટરોના દિલ ઘણીવાર ભારતીય યુવતીઓ ઉપર આવી જતા હોય છે અને તેમની સાથે તેઓ લગ્નના બંધનમાં પણ બધાઈ જતા હોય છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ પણ ભારતીય યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાયો છે.

મેક્સવેલના લગ્નની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. મેક્સવેલે ભારતીય યુવતી વિની રમનને પોતાની જીવનસાથી બનાવી લીધી છે. મેક્સવેલે હાલમાં જ તેના સોશિયલ મીડિયા ઉપર કેટલીક તસવીરો શેર કરી હતી, જે તેમના પીઠી પ્રસંગની હતી.

મેક્સવેલની આ તસવીરો ઉપર ચાહકો ભરપૂર કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ મેક્સવેલને હવે અડધો ભારતીય જણાવી રહ્યા છે. એટલું જ નહિ ઘણા યુઝર્સ આઇપીએલની આગામી સીઝનમાં તેને ભારતીય તરીકે રમવા માટેની વાતો પણ સોશિયલ મીડિયામાં કરતા જોવા મળી રહ્યા છે.

33 વર્ષના ગ્લેન મેક્સવેલે સોશિયલ મીડિયા ઉપર પોતાના લગ્નની ખુશખબરી ચાહકો સાથે શેર કરી હતી. ગ્લેન મેક્સવેલના લગ્ન 18 માર્ચ એટલે કે શુક્રવારે થયા હતા, તેણે વિની રમન સાથે સગાઈ કરી હતી. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તે બાદ બંનેએ સગાઈ કરી લીધી હતી. આ મહિને 27 માર્ચે બંને તમિલ રિવાજો અનુસાર લગ્ન પણ કરશે.

ગ્લેન મેક્સવેલ અને વિની રમને તેમના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં બંને કિસ કરતા જોવા મળી રહ્યા છે. બંનેએ તસવીરનું કેપ્શન મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ આપ્યું છે. મેક્સવેલ અને વિનીએ 18 માર્ચ 2022 એટલે કે હોળીના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2020માં સગાઈ કરી હતી. વિનીએ 20 માર્ચ 2022ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે ગ્લેનને જોઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)

રિપોર્ટ્સ અનુસાર, વિની અને મેક્સવેલ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. વિનીએ ખરાબ સમયમાં પણ મેક્સવેલનો સાથ ન છોડ્યો. માનસિક રીતે અસ્વસ્થ મેક્સવેલને વિનીએ તેના ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો હતો. તેથી જ મેક્સવેલના દિલમાં વિનીનું ખાસ સ્થાન છે. વિની મૂળ દક્ષિણ ભારતની છે અને તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે.

Niraj Patel