રોડ પર ચાલી સ્કૂટીએ 2 યુવતીઓ ભાન ભૂલી, ગંદી ગંદી હરકતો કરતા પોલીસે ફટકાર્યો સૌથી મોટો દંડ, જાણો
Girls played Holi on running scooters : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કેવા કેવા અખતરા કરતા હોય છે તે પણ આપણે જાણીએ છીએ. ગઈકાલે દેશભરમાં હોળીની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી હતી, જેના ઘણા વીડિયો પણ સામે આવે છે, ઘણા લોકો આવી ઉજવણી કરવામાં ભાન પણ ભૂલતા જોવા મળે છે, વાયરલ થવાના ચક્કરમાં અશ્લીલતા પણ ફેલાવે છે. થોડા દિવસ પહેલા જ દિલ્હી મેટ્રોમાં બે યુવતીઓ રંગ લગાવતા આવી અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી.
ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે.જેણે સૌને ચોંકાવી દીધા હતા. આ વીડિયોમાં બે યુવતીઓ ચાલુ સ્કૂટરમાં સ્ટંટ કરી રહી છે. એક સ્કૂટર પર ત્રણ લોકો સવાર છે. યુવક સ્કૂટર ચલાવી રહ્યો છે. પાછળ બેઠેલી છોકરીઓ એકબીજાને રંગ લગાવી રહી છે અને અશ્લીલ હરકત કરી રહી છે. ત્રણેય હેલ્મેટ વગરના છે. આસપાસ ઉભેલા લોકો તેમની સામે જોઈ રહ્યા છે.
આ વીડિયો નોઈડામાંથી સામે આવ્યો છે. જ્યાં બે યુવતીઓએ ચાલતા સ્કૂટર પર એવું કામ કર્યું કે યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. યુઝર્સે યુવતીઓના વીડિયોને નોઈડા પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે સ્કૂટર વડે સ્ટંટ કરવામાં આવ્યો હતો તેને ભારે ચલણ ફટકારવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસે સ્કૂટરને 33 હજાર રૂપિયાનું ચલણ ફટકાર્યું છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે અને પાછળ બેઠેલી બે યુવતીઓ એકબીજાને રંગો લગાવી રહી છે. બેકગ્રાઉન્ડમાં ‘મોહે રંગ લગા દે રે…’ ગીત વાગી રહ્યું છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના નોઈડાનો હોવાનું પણ કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી કેવી રીતે ચાલતા સ્કૂટર પર હોળી રમી રહી છે. આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram