ગુનો આચર્યા બાદ અચૂકથી ઘટનાસ્થળની મુલાકાત લે છે આરોપી…ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પણ આવી હતી એક યુવતિ

10 કે કચડી નાખ્યા વાળા અકસ્માતના થોડી જ વારમાં ઈસ્કોન બ્રિજ પર પહોંચી ગયેલી યુવતી કોણ? શું કરવા આવી હતી?

19 તારીખે મધરાતે જ્યારે અમદાવાદીઓ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે જ એક ગમખ્વાર અકસ્માતની ખબર આવી, જેમાં એક તેજ રફતાર જેગુઆર કારે ઇસ્કોન ફ્લાયઓવર પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત જોઇ રહેલા ટોળા પર ચઢાવી દીધી, જેમાં 10 લોકોના મોત થયા. ત્યારે આ કાર તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો અને કારમાં તે એકલો નહિ પણ તેના પાંચ મિત્રો પણ હતા, જે અકસ્માત બાદ નાસી છૂટ્યા હતા.

જો કે, આઇએમ ગુજરાતના રીપોર્ટ અનુસાર અકસ્માતના થોડીવાર બાદ એક યુવતિ મોંઘીદાટ કાર લઈને સ્પોટ પર આવી અને બ્રિજ બંધ હોવા છતાં તે જવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે પોલીસે તેને અટકાવી પણ તેમ છતાં તે જીદ કરી રહી હતી. ત્યારે પોલીસકર્મીએ પૂછપરછ કરી તો તે ત્યાંથી કાર લઈને ભાગી ગઈ. જો કે, એ સામે નહોતુ આવ્યું કે તે યુવતી કોણ હતી અને તે ઘટનાસ્થળે શું કરવા આવી હતી ? પણ એક્સપર્ટ્સનું માનવું છે કે મેજર ક્રાઈમની ઘટનામાં આરોપી અચુકથી એક વખત મુલાકાત લે જ છે.

જો કે, આઇએમ ગુજરાતને સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઘટનાસ્થળેથી કાર લઈને નીકળ્યા પછી તે યુવતી ફરી તેના મિત્રોને મળી અને એક ટી-સ્ટોલ પર બિન્દાસ્ત કોફી પીતી જોવા મળી અને સવારે 4 વાગ્યે ઘરે આવી. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ કેસ મામલે તથ્ય પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને પોલિસે તેના વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે.

Shah Jina