બાળપણથી જ આ બાળકીએ જોઇ ન હતી દુનિયા, જ્યારે ઓપરેશન બાદ ખોલી આંખો તો… જુઓ આંખમાંથી આંસુ લાવી દે તેવો વીડિયો

જો આપણે થોડા સમય માટે પણ અથવા તો કેટલીક સેકન્ડો માટે પણ આપણી આંખો બંધ કરી દઈએ તો કેવું લાગે છે… આપણી આસપાસની વસ્તુઓ આપણે પળવાર પણ જોતા નથી, તો થોડી જ વારમાં આપણને ગભરાટ થવા લાગે છે. તો વિચારો કે જેણે બાળપણથી કયારેય દુનિયા જ નથી જોઇ અને તેનુ એકદમ જ આંખનું ઓપરેશન થાય અને તે દુનિયા જુએ તો વિચારો કે આ ઉપર તેની પ્રતિક્રિયા કેવી હશે. આવો જ એક બાળકીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક નાની બાળકીની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જેના કારણે તેને આંખની રોશની મળે છે. જ્યારે તે પોતાની આંખોથી દુનિયાને પહેલીવાર જુએ છે ત્યારે તેની પ્રતિક્રિયા કેવી હોય છે, તે જોવા જેવું છે. ફિગન નામના યુઝરે ટ્વિટર પર 5 મિનિટ 1 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક બાળકી હોસ્પિટલમાં જોવા મળી રહી છે અને તે તેની માતાના ખોળામાં બેઠી છે. વીડિયોમાં ડોક્ટર આંખ ટ્રાન્સપ્લાન્ટ કરતા નજરે પડે છે.

જ્યારે તેની આંખની પટ્ટી હટાવવામાં આવે છે, ત્યારે તે રડવા લાગે છે, પરંતુ પછીથી જ્યારે ડોકટરોએ તેને ધીમેથી તેની આંખો ખોલવાનું કહે છે ત્યારે તે તેની આંખો ધીમે ધીમે ખોલે છે અને આ સુંદર દુનિયાને જોતા આશ્ચર્યચકિત થઈ જાય છે. પુત્રીની દૃષ્ટિ આવતાં જ માતા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તે પણ રડવા લાગે છે. આ નાની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર અત્યાર સુધીમાં આ વીડિયોને 3.5 મિલિયનથી વધુ યુઝર્સ જોઈ ચૂક્યા છે અને 26.7 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

વીડિયો જોયા પછી ઘણા નેટીઝન્સ પણ ભાવુક થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે ‘હું એક મોટો માણસ છું જે બાળકની જેમ રડી રહ્યો છું.’  અન્ય યુઝરે લખ્યું કે આ અદ્ભુત છે. વિજ્ઞાનના કારણે જ આ શક્ય બન્યું. બીજા એક યુઝરે લખ્યું કે મને ખબર નથી કે વીડિયો જોતી વખતે મારી આંખોમાંથી આંસુ કેવી રીતે આવી ગયા. ભગવાન આ બાળકીને આશીર્વાદ આપે.

આ વીડિયો ટ્વીટર પર શેર કરતા યુઝરે લખ્યુ- વિજ્ઞાન અદ્ભુત બહાર છે! અંગ પ્રત્યારોપણના પરિણામે પહેલીવાર દુનિયા જોનાર નાની બાળકીની પ્રતિક્રિયા…આ વીડિયો હજી પણ લોકો જોઇ રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina