આ છોકરી કરી રહી હતી વાંદરાની પજવણી, પછી વાંદરાએ શીખવાડ્યો એવો સબક કે હવે ક્યારેય પણ નામ નહિ લે…જુઓ વીડિયો

વાંદરાને છેડી રહી હતી છોકરી, પછી વાળ ખેંચી ખેંચી વાંદરાએ કરી દીધી એવી ખરાબ હાલત કે…જુઓ વીડિયો

ધરતી પર ઘણી રીતના અલગ અલગ પ્રાણી જોવા મળે છે. જેમાંના કેટલાક શાંત સ્વભાવના તો કેટલાક ઘણા શરારતી અને ચંચળ હોય છે. ઘણીવાર માનવામાં આવે છે કે માણસો કરતા સારા મિત્ર પ્રાણી હોય છે કારણ કે તે સામે વાળા વિશે ક્યારેય ખરાબ નથી વિચારતા. પણ જે ચંચળ સ્વભાવના પ્રાણી હોય છે તેમના આસપાસ તો ના જ રહેવુ જોઇએ. તે આપણી સાથે ક્યારે શું કરી દે ક્યારે આપણને પરેશાન કરી દે તે વિચારી ન શકાય.

આમાં સૌથી વધારે વાંદરાઓથી સતર્ક રહેવું જોઇએ. એવું કહેવામાં આવે છે કે માણસોની જેમ વાંદરાઓ પણ મૂડી હોય છે. રમતા રમતા ક્યારે ભડકી જાય, તેનું કોઇ કંઇ નથી જાણતુ. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે એક છોકરી પાંજરામાં બંધ વાંદરા સાથે પંગો લે છે, જે તેના પર ભારે પડી જાય છે. વાંદરો તે છોકરીને એવો સબક શીખવાડે છે કે છોકરી સાથે સાથે બાકી લોકોને પણ શીખ મળી જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરી પાંજરામાં બંધ કાળા વાંદરાનો વીડિયો બનાવી રહી હોય છે ત્યારે તે વારંવાર હાથ બતાવે છે, વાંદરાની પજવણી કરે છે. ત્યારે જ વાંદરાને ગુસ્સો આવી જાય છે અને તે પોતાનો હાથ પાંજરાની બહાર નીકાળી છોકરીના વાળ ખેંચી લે છે. તે ત્યાં જે લોકો છે તેની સાથે પણ પંગો લેવાની કોશિશ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Md Rizwi (@mr.rizvi6)

જેમ તેમ છોકરી તેના વાળ છોડાવે છે. પણ તે એકવાર ફરી છોકરીના વાળ ખેંચે છે. છોકરી આનાથી ઘણી પરેશાન થઇ જાય છે. જણાવી દઇએ કે, આ વીડિયો mr.rizvi6 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને 12 હજારથી વધારે લોકો લાઇક કરી ચૂક્યા છે. લોકો આના પર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Shah Jina