વિદાય લઈને ભાવુક થઇ ગયા શિક્ષિકા, પછી સ્કૂલની છોકરીઓએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે, જુઓ

શાળાના દિવસો દરેક માટે યાદગાર હોય છે. ખાસ કરીને બાળપણમાં દરેકને ચોક્કસપણે કોઈને કોઈ પ્રિય શિક્ષક હોય છે. જ્યાં કેટલાક શિક્ષકો ખૂબ કડક હોય છે. તો કેટલાક શિક્ષકો એવા હોય છે, જેમનો નરમ સ્વભાવ બાળકોના મનમાં કાયમ માટે વસી જાય છે. હવે જો આવા શિક્ષકોએ શાળા છોડી દેવી પડશે તો બાળકોનું શું થશે તેની કલ્પના કરી જુઓ. સ્વાભાવિક છે કે શાળાના તમામ બાળકો ચોક્કસપણે નિરાશ થયા હશે.

હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં એક મહિલા શિક્ષિકાને તેના વિદ્યાર્થીઓ દ્વારા એવી રીતે વિદાય આપવામાં આવી કે તેમની આંખો ભરાઈ આવી. છોકરીઓ આંખો બંધ કરીને તેમને શાળાના બગીચામાં લાવે છે. જ્યારે શિક્ષિકાએ તેમની તેની આંખો ખોલે છે, ત્યારે ઘણી વિધાર્થિનીઓ હાથમાં ગુલાબ સાથે વર્તુળમાં બેઠેલી જોવા મળે છે. વિદ્યાર્થીનીઓને આ સ્ટાઈલમાં જોઈને મહિલા શિક્ષિકા પણ ભાવુક થઇ જાય છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તમામ વિદ્યાર્થીઓ ઘૂંટણિયે બેસીને તેમને ગુલાબ અર્પણ કરે છે. પછી શિક્ષિકાની વિદાય વખતે બધી છોકરીઓ રડી પડી. સાથે જ રડતા રડતા “તુજ મેં રબ દિખતા હે” ફિલ્મનું ટાઇટલ સોન્ગ પણ ગાઈ રહી છે. શિક્ષિકા અને વિદ્યાર્થીનીઓની આ લાગણીસભર પળોએ લોકોના દિલ જીતી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની બીકેએપી ગર્લ્સ હાઈસ્કૂલનો છે. વીડિયોમાં દેખાતી શિક્ષિકાનું નામ સંપા છે. તે શાળામાંથી વિદાય લઈ રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીનીઓએ મળીને તેમને આ યાદગાર વિદાય આપી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. જેના કારણે લોકો આ અંગે ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

Niraj Patel