જોબ કરવા ઘરેથી નીકળેલી યુવતીને પૈસાદાર બાપના નબીરાએ કચડી નાખી, લક્ઝુરિયસ કાર જેગુઆરથી રેન્જ રોવર સાથે લગાવી રહ્યો હતો રેસ, જુઓ

ફૂલ સ્પીડમાં દોડાવી જેગુઆર કાર, નોઈડામાં પૈસાદાર બાપના નબીરાએ લીધો બિચારી માસુમ યુવતીનો જીવ, જોબ કરવા જતી હતી ઓફિસ- જુઓ તસવીરો

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. ઘણીવાર કેટલાય લોકો જોશમાં આવીને કાર કે પછી બાઈકથી રેસ પણ લગાવતા હોય છે અને પછી અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે, અને આવી જ રેસના ચક્કરમાં કોઈ રાહદારીનો જીવ પણ લઇ લેતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક પૈસાદાર બાપના નબીરાએ રેસ લગાવવાના ચક્કરમાં એક યુવતીનો જીવ લઇ લીધો.

આ ઘટના સામે આવી છે દિલ્હીના ઉત્તર પ્રદેશના નોઈડામાંથી. જ્યાંના સેક્ટર 96માં જેગુઆર અને રેન્જ રોવર કારમાં પૈસાદાર બાપના નબીરાઓએ રેસ લગાવી હતી. આ રેસમાં જ યુવકોએ સ્કૂટી પર સવાર એક યુવતીને ટક્કર મારી દીધી અને તે ખરાબ રીતે ઘાયલ થઇ ગઈ. યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ ત્યાં તેણે દમ તોડી દીધો. આ ઘટના બાદ પીડિત યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ ઘટના ગત રવિવારે સવારે 10 વાગે બની હતી. નોઈડાના સેક્ટર 14ના સરસ્વતી એન્કલેવમાં રહેતી દીપિકા ત્રિપાઠી સેક્ટર 96માં આવેલા સુપરટેક સ્કવેયર બિલ્ડીંગમાં રોજની જેમ પોતાની નોકરી પર જવા માટે નીકળી હતી. ત્યારે જ એક પુરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કારે સ્કૂટીને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે સ્કૂટીના પરખચ્ચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ દીપિકાને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થયા બાદ પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટરમોર્ટમ માટે મોકલી આપી હતી.

આ મામલે દીપિકાના ભાઈ રાજીવે આરોપી જેગુઆર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ચાલકની પણ ધરપકડ કરી લીધી છે. આરોપી જેગુઆર વાળાની ઓળખ હરિયાણાના ફરીદાબાદ નિવાસી સેમ્યુઅલ એન્ડ્ર્યુ પિસ્ટરના રૂપમાં થઇ છે. તે એક અમેરિકી ન્યુઝ પેપરમાં કામ કરે છે. સેમ્યુઅલ રસ્તા પર દોડતી રેન્જ રોવર સાથે તેની જેગુઆરની રેસ કરી રહ્યો હતો. આ દરમિયાન સેક્ટર 96માં કાર કાબૂ બહાર નીકળી ગઈ હતી અને રોડ કિનારે જઈ રહેલી સ્કૂટી સવાર દીપિકા ત્રિપાઠીને ટક્કર મારી હતી. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ કરી રહી છે.

Niraj Patel