...
   

શાહમૃગ પર બેસી ગઈ આ છોકરી અને પછી રસ્તા પર એવું દોડ્યું એવું દોડ્યું કે વીડિયો જોઈને તમે પણ મજો મજો આવી જશે… જુઓ

યુવતીને શાહમૃગ પર સવારી કરતા જોઈને કેટલાક લોકોએ લીધી મજા તો કેટલાક કરવા લાગ્યા ટ્રોલ, વાયરલ થઇ રહ્યો વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયો ખુબ જ ફની પણ હોય છે અને તે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. ઘણીવાર કેમેરામાં એવી એવી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે જેને વારંવાર જોવાનું મન થઇ જાય. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તમે પ્રાણી સંગ્રહાલયમાં અથવા તળાવના કિનારે કોઈ સમયે ઘોડા અથવા ઊંટ પર સવારીનો આનંદ માણ્યો હશે. આ શક્તિશાળી પ્રાણીઓ પર સવારી કરવાની મજા જ અલગ છે. જે પ્રાણીઓ પર તમે વર્ષોથી નાયકોને સવારી કરતા જોયા છે તે પ્રાણીઓ પર સવારી કરવાનો મોકો મેળવવો એ રોમાંચક છે, પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વ્યક્તિ ઊંટ, ઘોડા કે હાથી પર સવારી કરવાને બદલે પક્ષી પર સવારી કરી શકે?

એક પ્રાણી સંગ્રહાલયમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યાં એક છોકરી શાહમૃગની સવારી કરતી જોવા મળી હતી.આ વાયરલ વીડિયોને જોઈને કોઈ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે તો કોઈ એન્જોય કરી રહ્યું છે. આ વીડિયોમાં એક યુવતી શાહમૃગ પર સવારી કરતી જોવા મળી રહી છે. શાહમૃગ પર બેસતાની સાથે જ આ પક્ષી ઝડપથી દોડવા લાગે છે. તેની ઝડપ જોઈને માનવામાં આવતું નથી કે પંખીમાં એટલી તાકાત હોઈ શકે છે કે તે વજન ઉઠાવીને દોડી શકે, પરંતુ આ શાહમૃગ ડગમગ્યા વિના ઝડપથી દોડે છે.

 

View this post on Instagram

 

A post shared by PSTORE MAKASSAR (@pstore_makasarr)


વીડિયો જોઈને એવું પણ લાગે છે કે જે પ્રાણી સંગ્રહાલયમાં આ નજારો છે, તે શાહમૃગની આ રીતે સવારી કરાવે છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ pstore makasarr દ્વારા શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલીક કોમેન્ટ્સમાં તેમની નારાજગી દેખાઈ રહી છે તો કેટલાક આ રાઈડને લઈને રોમાંચિત છે. એક યુઝરે લખ્યું કે, ‘હું પણ આવી રીતે રાઈડ કરવા ઈચ્છું છું.’ અન્ય એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘આ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા છે.’ એક યુઝરે લખ્યું કે, ‘પ્રાણીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી.’

Niraj Patel