હવામાં સ્પોર્ટ્સ બાઇક ઉડાવી આ છોકરીએ રોડ પર કર્યો એવો જબરદસ્ત સ્ટંટ કે જોનારાએ તો દાંત નીચે આંગળીઓ દબાવી દીધી

છોકરીએ રોડ પર કર્યો જબરદસ્ત સ્ટંટ, હવામાં ઉડાવી દીધી સ્પોર્ટ્સ બાઇક, જોવાવાળાએ દાંત નીચે દબાવી દીધી આંગળીઓ

બાઇક સ્ટંટને લઇને યુવાઓમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાઓમાં રેસિંગ બાઇક પ્રત્યે દીવાનગી જોતા બની રહી છે. આ ક્રેઝ હવે છોકરીઓ પર પણ હાવી થતો નજર આવી રહ્યો છે. સોશિયલ મીડિયા હોય કે ફિલ્મનો કોઇ સીન મોટાભાગે છોકરાઓને જ સ્ટંટ અને હીરોબાજી કરતા જોવામાં આવે છે, પણ હવે તો છોકરીઓ પણ બાઇક લઇને જબરદસ્ત સ્ટંટ કરતી રસ્તા પર જોવા મળે છે.

છોકરીએ રોડ પર સ્પોર્ટ્સ બાઇક સાથે કર્યો જબરદસ્ત સ્ટંટ

હાલમાં આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે દાંત નીચે આંગળીઓ દબાવવા મજબૂર થઇ જશો. વીડિયોમાં એક છોકરી સુપર બાઇક પર એવો સ્ટંટ કરે છે કે જોઇને કોઇના પણ શ્વાસ અધ્ધર થઇ જાય. છોકરી ક્યારેક બાઇક આમ-તેમ લહેરાવતી તો ક્યારેક ઉપર કરતી જોવા મળે છે.

કરોડોમાં મળ્યા છે વ્યુઝ

આ છોકરી બાઇકને આગળથી આખુ હવામાં ઉઠાવી લે છે. જો કે, આ ખૂબ જ મુશ્કેલ હોવા છત્તાં પણ તે એક હાથે બાઇકને પકડતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયોને @biker__boy44 એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને કરોડો વ્યુઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં બાઇકર લખવામાં આવ્યુ છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

વીડિયો જોઇ યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- આ જોઇને તો હાલત ખરાબ થઇ ગઇ. તો બીજા યુઝરે લખ્યુ- લોકો છોકરીઓના પડવાવાળા વીડિયો શેર કરી તેમને પપ્પાની પરીને ચિડાવે છે, આ વીડિયો તો હેરાન કરી દેનારો છે. ત્યાં એકે લખ્યુ- સારુ છે, પણ સેફ્ટી સાથે આ કરવું જોઇએ.

Shah Jina