રસ્તાની વચ્ચે ઉભા રહીને યુવતીએ કર્યું એવું કે સાઈકલને જતા હતા એ કાકા પણ ભાન ભૂલી ગયા, જુઓ વાયરલ વીડિયો

આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો ખુબ જ ચસ્કો છે, ઘણા યુવાન યુવતીએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ અંદાજમાં વીડિયો બનાવતા હોય છે અને આવા વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. ઘણા વીડિયો લોકોને હેરાન કરી દેતા હોય છે તો ઘણા વીડિયો જોઈને યુઝર્સ પેટ પકડીને હસવા પણ લગતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં રસ્તા વચ્ચે ઉભી રહેલી એક છોકરીની હરકત જોઈને સાઇકલ લઈને જતા એક કાકા પણ ભાન ભૂલી જાય છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને કાકાને જોઈને લોકો પેટ પકડીને હસી પણ રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવતી રસ્તા વચ્ચે ઉભી રહી અને પોતાના વાળ સરખા કરી રહી છે. યુવતીની સામે પણ કોઈ વીડિયો બનાવી રહ્યું છે અને તેને જોઈને જ યુવતી અલગ અલગ પોઝ પણ આપી રહી છે, ત્યારે તે જ સમયે એક કાકા સાઇકલ લઈને ત્યાંથી પસાર થાય છે અને તે યુવતીને જુએ છે.

 

View this post on Instagram

 

A post shared by MEMES.BKS(10k🎯) (@memes.bks)


સાઇકલ ઉપર જઈ રહેલા આ કાકા યુવતીને વારંવાર પાછળ વળીને જુએ છે, અને યુવતીને જોવામાં એટલા મશગુલ બની જાય છે કે તેમની સાઇકલ પણ રસ્તો ભૂલી અને બાજુ ઉપર ચાલી જાય છે. કાકા સાઇકલ લઈને દૂર જઈને ઉભા રહે છે અને ઉભા રહીને પણ તે પાછળ વળીને વીડિયો બનાવી રહેલી છોકરીને જોઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવામાં આવેલો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને કાકાના રિએક્શન જોઈને લોકો ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel