ખતરનાક સાંપને જોઇ અચાનક કિસ કરવા લાગી છોકરી, વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

આ દુનિયામાં દરેક વ્યક્તિ કંઈક અલગ કરવા માંગે છે, જેથી તેનું નામ થાય અને તેની અલગ ઓળખ થાય. ઘણી વખત લોકો કંઈક એવું કરી બેસે છે કે જેને જોઈને ‘દુનિયા’ સ્તબ્ધ થઈ જાય છે. કેટલીકવાર લોકો તેના માટે પોતાનો જીવ પણ લગાવી દે છે. સોશિયલ મીડિયા પર તમને હજારો વીડિયો જોવા મળશે. પરંતુ, આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રુવાંડા ઉભા થઈ જશે. સાપ પૃથ્વી પર જોવા મળતા સૌથી ખતરનાક જીવોમાંનું એક છે. આજુબાજુ જો સાપ જોવા મળે તો ભલભલાની હાલત ખરાબ થઈ જાય છે. સાપ ક્યારે હુમલો કરશે તે કોઇ કહી શકતુ નથી.

કેટલાક સાપ એટલા ઝેરી હોય છે કે તેમના કરડવાથી વ્યક્તિનું જીવન ખતમ થતા એક ક્ષણ પણ લાગતી નથી. આમ છતાં કેટલાક લોકો સાપથી ડરતા નથી. આ દિવસોમાં એક છોકરીનો સાપ સાથે રમતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી સાપને તેના હોઠથી કિસ કરતી જોવા મળે છે. આ વીડિયો જોતા ઘણો ડર લાગી રહ્યો છે, જો કે યુવતી સાપને ખૂબ જ આરામથી કિસ કરતી જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સના રૂંવાડા ઉભા થઇ રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિશાળકાય કાળા રંગનો સાપ જંગલમાં પોતાની ફેણ ફેલાવીને બેઠો છે. આ દરમિયાન એક છોકરી સાપની નજીક આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા યુવતી સાપને હાથ વડે પંપાળે છે. આ પછી, પોતાનું મોં આગળ લાવી સાપને કિસ કરે છે. તમે જોઈ શકો છો કે તે આ માત્ર એક જ વાર નહીં, પરંતુ બે વાર કરતી હોય તેવું લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Saurabh Jadhav 2110 (@rasal_viper)

આમાં સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે છોકરી આવું કરે છે ત્યારે સાપ કોઈ પ્રકારની પ્રતિક્રિયા નથી આપતો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘rasal_viper’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ ખતરનાક વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને 15 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Shah Jina