ક્યૂટ ક્યૂટ વાછરડાને ગાડીમાં બેસાડી ફરવા માટે લઈને નીકળી આ છોકરી, ગાડીમાં જ બનાવ્યો વીડિયો, લોકોએ કરી રહ્યા છે એવી કોમેન્ટ કે…

સોશિયલ મીડિયા આજે વાયરલ વીડિયોનું એક હબ બની ગયું છે, આજે ઘણી એવી ઘટનાઓ હોય છે જેને વાયરલ થતા વાર નથી લાગતી, ત્યારે પશુ પ્રેમની પણ ઘણી ઘટનાઓ વાયરલ થઇ જતી હોય છે. હાલ એવી જ એક પશુ પ્રેમની ઘટના વાયરલ થઇ રહી છે, પરંતુ આ ઘટના એકદમ હટકે છે અને આ વીડિયો લોકોના દિલ પણ જીતી રહ્યો છે.

આપણે ઘણા લોકોને જોયા હશે જે પોતાની સાથે પોતાની ગાડીમાં પોતાના પાલતુ શ્વાન અને બોલડીઓને લઈને ફરતા હોય છે. પરંતુ હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી ગાયના વાછરડાને પોતાની કારની આગળની સીટ પર બેસાડીને ફરવા લઈ જઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી વાછરડા સાથે ગાડીમાં બેઠી છે. ગાડીમાં બેઠેલું વાછરડું ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. છોકરીવાછરડા સાથે વીડિયો બનાવે છે અને વાછરડું પણ ટગર ટગર જોઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે.

આ વીડિયોને ફેસબુકના એક પેજ ઉપર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી આ વીડિયોને 3 હજાર કરતા પણ વધારે લોકો લાઈક કર્યો છે તો 92 હજાર કરતા પણ વધારે લોકોએ નિહાળ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે, તો આ ક્યૂટ વાછરડા અને તે છોકરીના વાછરડા પ્રત્યેના પ્રેમના પણ વખાણ કરી રહ્યા છે.

Niraj Patel