ગરબાના આ મુશ્કેલ સ્ટેપને એક વાર નહીં પરંતુ અનેકવાર કર્યા આ છોકરીએ, વાયરલ વીડિયોને જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો, જુઓ

નવરાત્રી આવવાને હજુ થોડા સમયની વાર છે, પરંતુ ઠેર ઠેર ગરબા ક્લાસીસ ચાલુ થઇ ચુક્યા છે અને મોટી સંખ્યામાં લોકો ગરબા શીખવા માટે પણ ક્લાસમાં જઈ રહ્યા છે. ગરબાને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક છોકરીની ગરબા રમતા એનર્જી જોઈને ત્યાં ઉભેલા લોકો પણ દંગ રહી જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડિયો જાહ્નવી દોશી નામની ડાન્સ ટ્યુટરે તેના અને તેની ડાન્સ એકેડમી પેજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં જાહ્નવી એક હોલના ગેટ પર ઉભેલી જોવા મળે છે. આ પછી તે ડ્રેસિંગ રૂમમાં જાય છે અને ગરબાનો ડ્રેસ પહેરે છે. ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવ્યા પછી, તે ફરીથી હોલના ગેટ પર ઉભી છે. આ પછી તે ગરબા શરૂ કરે છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

તે શરીરને હવામાં ફેરવતી વખતે ગોળાકાર ગરબા એટલે કે સ્ટેપ્સ કરવાનું શરૂ કરે છે. દરેક પગલા પર, હોલમાં હાજર અન્ય ડાન્સર્સ અને તેના મિત્રો તેના ઉત્સાહને વધાવતા જોવા મળે છે. તે અટક્યા વિના આ સ્ટેપ કરતી રહે છે. દર્શકોની તાળીઓના ગડગડાટ વચ્ચે જાહ્નવી દોશીએ 33 વખત આ ફ્લિપને સરળતાથી કર્યા.

 

View this post on Instagram

 

A post shared by ThangaatGarba® (@thangaatgarba)

જાહ્નવી દોશીના ગરબાની આ એનર્જી જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ જ કારણ છે કે આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ 12 હજાર વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકો તેને શેર પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ThangaatGarba® (@thangaatgarba)

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એક બીજો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો, જે થોડા સમય પહેલા ડાન્સ એકેડમી થનગાટ ગરબા દ્વારા જ શેર કરવામાં આવ્યો હતો. જેમાં ગરબા ટીચર જ્હાન્વીએ જે ગરબા સ્ટેપ કર્યા હતા તે ગરબા સ્ટેપ શીખવતા જોવા મળી રહ્યા છે. આ ડાન્સ વીડિયો પણ લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો અને 18 લાખ કરતા વધુ લોકોએ તેને લાઈક કર્યો હતો.

Niraj Patel