આ છોકરીએ સ્કૂટી ચલાવતી દરમ્યાન ખચકાટમાં લગાવી દીધી બ્રેક, સ્કૂટી સાથે પડી ગટરમાં જુઓ વાયરલ વીડિયો

છોકરીઓ ઘણીવાર સ્કૂટી ચલાવતી વખતે ઘણી વાર કંઈક એવું કરતી હોય છે કે તે અકસ્માતનો શિકાર બની જતા હોય છે. તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ વીડિયો જોઈને જ્યાં આપણે ઘણી વાર આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ તો ક્યારેક એવા વીડિયો પણ સામે આવે છે જે આપણને હસાવી જાય છે.

આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસ હસી પડશો. વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આમાં છોકરી સ્કૂટી ચલાવતી વખતે સામેથી આવતી બસને જોઈને અચાનક બ્રેક લગાવે છે. જેના કારણે તે સ્કુટી સહિત ગટરમાં પડી જાય છે. આ જોઈને સામેથી આવતી બસનો ડ્રાઈવર પણ થંભી જાય છે અને બસમાંથી ઉતર્યા બાદ તરત જ એક વ્યક્તિ યુવતીને ગટરમાંથી બહાર કાઢે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી સ્કૂટી પર બેઠી છે. તે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને બહાર આવી રહી છે. તે ધીમે ધીમે સ્કૂટીને આગળ વધારીને સર્વિસ લેન તરફ જવાનો પ્રયાસ કરે છે. છોકરી થોડી આગળ વધે છે કે તેને સામેથી એક બસ આવતી દેખાય છે. જગ્યા હોવા છતાં તે અચાનક અચકાતા સ્કૂટીની બ્રેક લગાવે છે. આ પછી તેને સ્કૂટી પર કાબૂ રહેતો નથી અને ગટરમાં પડી જાય છે. તેને પડતી જોઈને બસ ડ્રાઈવર બસને રોકે છે અને તેમાંથી એક છોકરો બહાર આવે છે અને છોકરીને ગટરમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ યુવતીની આ ડ્રાઇવિંગ સ્કિલને સમજી રહ્યાં નથી. ઘણા યુઝર્સ યુવતીની આ ગેરસમજ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકો આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યા છે અને તેને જોરદાર શેર કરી રહ્યા છે.

Patel Meet