વાયરલ

આ યુવકની નાની એવી ભૂલ ઉપર ગુસ્સે ભરાઈ ગઈ સ્કૂટી ચાલક યુવતી, રસ્તા વચ્ચે યુવકનો મોબાઈલ લઈને જમીન ઉપર પછાડ્યો, જુઓ વીડિયો

આપણો દેશ બદલાઈ રહ્યો છે, હવે મહિલાઓ પોતાના કામથી નામ પણ બનાવી રહી છે, પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે જેમાં કેટલીક યુવતીઓ સ્ત્રી હોવાનો દુરપયોગ પણ કરતી હોવા મળે છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં પોતાની ભૂલ હોવા છતાં અથવા નાની બાબતને લઈને મહિલાઓ અને યુવતીઓ હોબાળો મચાવતી હોય છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઇટાવા શહેરની મધ્યમાં આવેલા પાકાં તળાવ પર એક બાઇક ચલાવતા યુવકતી સહેજ સ્કૂટીને અડી જતાં યુવતીનો હાઇવોલ્ટેજ ડ્રામા શરૂ કર્યો હતો. યુવતીએ બાઇક સવારનો મોબાઇલ આંચકી લીધો અને તોડી નાખ્યો. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુવકે કહ્યું કે મારા માફી માંગ્યા પછી પણ યુવતીએ મારો ફોન તોડી નાખ્યો.

ઈટાવા પોલીસ સ્ટેશન વિસ્તારના પાકા તળાવ પર એક છોકરીએ હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ યુવક મંગલ પોતાના કામ માટે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે બાઇક પરથી પાકા તળાવ તરફ જઈ રહ્યો હતો. ત્યારે યુવકની બાઇકને સામેથી આવતી યુવતીની સ્કૂટીનો સ્પર્શ થયો હતો. જે બાદ યુવતીએ તેની સ્કૂટી રોકીને યુવકનો મોબાઈલ છીનવી લીધો અને તેને જમીન પર પછાડી દીધો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પીડિત યુવકે જણાવ્યું કે તે ટેન્ટની દુકાનમાં કામ કરે છે. આજે, હું પાકું તળાવ થઈને કોઈ કામ માટે બહાર જતો હતો. ત્યારે બાઇકને અકસ્માતે સ્કૂટી સવાર યુવતીનો સ્પર્શ થયો હતો. જે બાદ અમે યુવતીની માફી માંગવા માટે બાઇક રોકી હતી. અમે તેની માફી માંગવાનો પ્રયત્ન કર્યો પરંતુ યુવતીએ મારો એન્ડ્રોઈડ મોબાઈલ છીનવી લીધો અને તેને રસ્તામાં બે વાર પછાડીને તોડી નાખ્યો. જોકે, હજુ સુધી યુવકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી. અત્યાર સુધી આ ડ્રામા કરનાર યુવતીનો પણ કોઈ પત્તો મળ્યો નથી.