ટ્રાફિકની વચ્ચે ચાલી રહી હતી કાર, અચાનક એક છોકરીએ ચાલુ કર્યો એવો ડાન્સ કે કોઈ વીડિયો બનાવીને કરી દીધો પોસ્ટ, થઇ ગયો વાયરલ, તમે પણ જુઓ

લાજ શરમને બાજુ પર મૂકીને આ છોકરીએ ટ્રાફિકની વચ્ચે જ કારમાંથી ઉભા થઈને ચાલુ કરી દીધો ડાન્સ, વીડિયો થયો વાયરલ… જુઓ

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા કાંડ કરતા હોય છે. ઘણા લોકો વાયરલ થવા માટે રસ્તા પર ઉભા રહીને પણ સ્ટન્ટ કરે છે તો કોઈ ડાન્સ વીડિયો બનાવીને વાયરલ થવા માંગતું હોય છે. આવા તમે ઘણા વીડિયો જોયા હશે જેમાં ઘણા લોકો લાજ શરમને બાજુ પર રાખીને રસ્તા વચ્ચે જ ડાન્સ કરતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ક્લિપ રાજધાની દિલ્હીની છે. જ્યાં એક યુવતી ટ્રાફિકની વચ્ચે ચાલતી કારમાં ઊભી રહીને ડાન્સ કરતી જોવા મળી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

આ વિડિયો @Madan_Chikna દ્વારા 17 માર્ચે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું “આ માત્ર દિલ્હીમાં જોવા મળે છે!” વીડિયોને અત્યાર સુધી 4 લાખ જેટલા લોકો જોઈ ચુક્યા છે અને આ અંગે સેંકડો યુઝર્સે ફીડબેક આપ્યા છે. એક વ્યક્તિએ લખ્યું “દીદી, દારૂ ઓછો પીવો, વધુ ખાવ.” જ્યારે બીજાએ લખ્યું “દિલ્હીના ટ્રાફિકને કંટ્રોલ કરતી વખતે પાપાની પરી.”

15 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે લાલ રંગની કન્વર્ટિબલ ઓડી કારની આગળની સીટ પર ઉભી રહીને એક છોકરી ડાન્સ કરી રહી છે. ગીત ‘નજા નજા મિત્રા તું દૂર…’ મોટા અવાજમાં વાગી રહ્યું છે, જેના પર છોકરી ડાન્સ કરી રહી છે. ટ્રાફિક નજીકમાં આગળ વધી રહ્યો છે. લોકો યુવતીને ડાન્સ કરતા જોઈ રહ્યા છે. આ દરમિયાન કોઈએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યારેનો છે તેની પુષ્ટિ થઈ નથી. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે મામલો દિલ્હીનો છે.

Niraj Patel