લોકલ ટ્રેનમાં પોલિસવાળા સામે જ છોકરીએ કર્યો ડાંસ, લોકો બોલ્યા- મેડમના વ્યુઝ આવી ગયા પણ ભાઇની નોકરી જશે…

પોલિસવાળા સામે જ આ છોકરી લોકલ ટ્રેનમાં કરવા લાગી ડાંસ, આગળ જે થયુ તે તો લોકો જોતા જ રહી ગયા- જુઓ વીડિયો

દિલ્હી મેટ્રો હોય કે પછી ભારતીય રેલવેની ટ્રેન, ‘રીલબાઝ’ દરેક જગ્યાએ વીડિયો બનાવી વાયરલ થવાની કોશિશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ફેમસ થવા ઇન્સ્ટા રીલ બનાવવા કંઈ પણ કરવા તૈયાર હોય છે. ત્યારે હાલમાં વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઠોકરી લોકલ ટ્રેનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

લોકલ ટ્રેનમાં પોલિસવાળા સામે જ છોકરીએ કર્યો ડાંસ

જો કે, આ દરમિયાન જેવી છોકરીને ખબર પડે છે કે તેની પાછળ એક પોલીસકર્મી ઉભો છે, તો તે પહેલા થોડી સંકોચાય છે પણ બીજી જ ક્ષણે હિંમતભેર ડાન્સ કરવા લાગે છે. આટલું જ નહીં, યુવતી પોતે પણ ડાન્સ કરી રહી છે અને પોલીસ વર્દીમાં રહેલા વ્યક્તિને પણ ડાન્સ કરવા માટે મજબૂર કરી રહી છે. વીડિયોમાં બંને ખૂબ જ ઉત્સાહથી ડાન્સ કરતા જોઈ શકાય છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ વીડિયો જોયા પછી કોઈ એન્જોય કરી રહ્યું છે તો કોઈ ગુસ્સો વ્યક્ત કરી રહ્યું છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવી રહ્યા છે. આ વીડિયો @Vivekspeaks_ નામના યુઝરે 8 ડિસેમ્બરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પર સેંકડો યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું- વાહ પોલીસ! તો બીજાએ કહ્યું – આ રીલ લેડી ગરીબની નોકરી છીનવી લેશે.

Shah Jina