વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: બાળકી આઈસ્ક્રીમ ખાવાની જીદે ચઢી અને મળ્યું દર્દનાક મોત, જાણો સમગ્ર મામલો

દુઃખદ: નાસિકમાં બાળકીની આઇસ્ક્રીમ ખાવાની જીદ્દે લીધો જીવ, ઘટના વિશે જાણીને રુવાંડા ઉભા થઇ જશે

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને એટલા જ જિદ્દી પણ હોય છે, ઘણા બાળકોને આપણે જોયા હશે જે કોઈ વસ્તુ લેવા માટે જીદ ઉપર આવે તો કોઈપણ રીતે તે વસ્તુ મેળવીને જ પીછો છોડતા હોય છે. ઘણીવાર માતા પિતા પણ બાળકોની આવી જીદના કારણે હેરાન થઇ જતા હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તે દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ મામલો સામે આવ્યો છે નાસિકમાંથી, જ્યાં એક બાળકી આઈસ્ક્રીમ ખાવા માટે જીદ કરવા લાગી. ત્યારે તેના પિતાએ તેની જીદ પુરી કરવા માટે આઈસ્ક્રીમ અપાવવાનું નક્કી કર્યું. આઈસ્ક્રીમ લેવા માટે પિતા પુત્રી બંને દુકાન ઉપર પહોંચ્યા, પરંતુ ત્યાં એવી ઘટના ઘટી કે દીકરી ઘરે જીવતી પાછી ના આવી શકી.

(પ્રતીકાત્મક તસવીર)

બન્યું એવું કે ગત ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ વિશાલ કુલકર્ણી તેની દીકરી ગ્રીષ્મા સાથે આઈસ્ક્રીમની દુકાન ઉપર પહોંચ્યો હતો. જ્યાં દુકાનની બહાર મુકવામાં આવેલા ફ્રિજ પાસે જ આઈસ્ક્રીમ ખાવા જીદે ભરાયેલી ગ્રીષ્મા પહોંચી ગઈ અને ફ્રિજને અડતા જ તેને જોરદાર કરંટ લાગ્યો. થોડીવાર સુધી તો દીકરી ત્યાં જ લટકતી રહી અને પછી બેભાન થઇ ગઈ.

આ આખી જ ઘટના પિતાની આંખો સામે બની હતી. વિશાલ તરત જ તેની દીકરીને નજીકમાં રહેલી હોસ્પિટલમાં પણ લઇ ગયો. પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી. જેના બાદ પરિવારમાં પણ માતમ છવાઈ ગયો, આ સમગ્ર મામલે પોલીસે અચાનક થયેલી મોતમાં કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel