આજના નબીરાઓ ફેમસ થવા માટે કંઈપણ કરી શકે… જુઓ આ છોકરીને… ચાલુ બાઈક પર ઉભી થઈને બંને હાથમાં રાખી પિસ્તોલ અને પછી… જુઓ વીડિયો

સડસડાટ ચાલતી બાઈક, પાછળ ઉભી રહી છોકરી, બે હાથમાં લહેરાવી પિસ્તોલ અને પછી… જુઓ વાયરલ થવાના ચક્કરમાં છોકરીએ કેવો કાંડ કર્યો…

Girl Bike Stunt Pistol in Both Hands : આજ કાલના યુવાનો અને યુવતીઓને સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું ઘેલું લાગ્યું છે. ઘણા યુવાનો અને યુવતીએ વાયરલ થવાના ચક્કરમાં એવા એવા કાંડ કરતા હોય છે જેને જોઈને આપણને પણ ગુસ્સો આવી જાય. કોઈ રસ્તા વચ્ચે જ ડાન્સ કરતું હોય છે તો કોઈ બાઈક પર અવનવા સ્ટન્ટ કરતું હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી ચાલુ બાઈક પર ઉભી થઈને બે હાથમાં પિસ્ટન લહેરાવી રહી છે.

ચાલુ બાઈક પર હવામાં લ્હાએરાવી બંદૂક :

વાયરલ થઇ રહેલો આ વીડિયો બિહારના પટનાનો છે. આ વીડિયોમાં એક યુવતી બાઈક પર પિસ્તોલ લઈને સ્ટંટ કરતી જોવા મળી રહી છે. તેના બંને હાથમાં બંદૂક છે. તે તે છલુ બાઇક પર હવામાં લહેરાવી રહી છે. આ વીડિયો પટનાના મરીન ડ્રાઈવનો જણાવવામાં આવી રહ્યો છે. હાલ તો પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે. પટનાના સેન્ટ્રલ એસપી વૈભવ શર્માએ જણાવ્યું કે અમે બાઇકની ઓળખ કરી લીધી છે. નંબરના આધારે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

મરીન ડ્રાઈવનો વીડિયો :

આ વીડિયો જેપી ગંગા પથનો છે, જે મરીન ડ્રાઈવ તરીકે પ્રખ્યાત છે. પોલીસ એ પણ શોધી કાઢશે કે યુવતી જે હથિયાર લહેરાવતી હતી તે અસલી છે કે કેમ. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક છોકરી ચાલતી બાઈક પર ઊભી રહીને પિસ્તોલ લહેરાવી રહી છે. જ્યારે તેનો સાથી બાઇક ચલાવી રહ્યો છે. નિર્ભયતાથી છોકરી બંને હાથોથી હવામાં લહેરાવી રહી છે. તેની બાજુમાં ચાલતો કોઈ વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો છે.

પોલીસ કરશે કાર્યવાહી :

હાલ તો પોલીસે સ્ટંટમેન સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. નંબર પ્લેટ પર લખેલા બાઇક નંબરના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મરીન ડ્રાઈવ પર અન્ય એક યુવતીનો હાથમાં પિસ્તોલ લહેરાવતો વીડિયો વાયરલ થયો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું નામ ‘હન્ટર ક્વીન’ રાખ્યું હતું. પટના પોલીસે તેના પર 30 હજારનો દંડ ફટકાર્યો હતો. જો કે તપાસમાં વીડિયોમાં યુવતીના હાથમાં દેખાતું હથિયાર લાઈટર હોવાનું બહાર આવ્યું હતું. તેથી જ પોલીસે માત્ર દંડ કરીને તે છોકરીને છોડી દીધી.

Niraj Patel