નાની નિક્કર પહેરીને મલાઇકા અરોરા પર ભારી પડી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા, જબરદસ્ત છે તસવીરો
બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. અભિનેતા અરબાઝ ખાને વર્ષ 2017 માં મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા. જેના પછી મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું જ્યારે અરબાઝ ખાન પણ મલાઇકાથી અલગ થયા પછી ઇટાલિયન મૉડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે.
તે હાલમાં જ સ્પોટ થઇ હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જોર્જિયા સોશિયલ મીડિયા પણ ઘણી છવાયેલી રહે છે અને તે તેના સ્ટાઇલિશ લુકને કારણે ઘણા લોકોને દીવાના પણ બનાવે છે. એવામાં આજે તે તેના ડોગ સાથે સ્પોટ થઇ હતી.
જોર્જિયા અરબાઝ કરતા ઉંમરમાં 22 વર્ષ નાની છે. અરબાઝ ખાન હાલ 52 વર્ષના છે જ્યારે જોર્જિયા માત્ર 30 વર્ષની છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે. જો કે અરબાઝ સાથે રિલેશનમાં આવતા પહેલા પણ જોર્જિયા સલમાન ખાનની ખુબ મોટી ફેન હતી. સલમાનની ફિલ્મો જેવી કે મેને પ્યાર કિયા, દબંગ, સુલતાન તેની પ્રિય ફિલ્મો છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોને જોઇને લોકો તેના કપડાને લઇને ઘણી કમેન્ટ કરતા જોવા મળ્યા હતા. જો કે, ઘણા લોકોએ તેના સ્ટાઇલિશ અંદાજની પ્રશંસા પણ કરી હતી. આ તસવીરોમાં જોર્જિયા તેના ડોગ સાથે જોવા મળી હતી.
જોર્જિયા તેના ડોગને વોક કરાવવા માટે નીકળી હતી. આ દરમિયાન પેપરાજીએ તેની ઘણી તસવીરો ક્લિક કરી હતી, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
જોર્જિયાએ ગ્રે રંગનું ટોપ પહેર્યુ હતુ અને તેમાં આગળ નોટ લગાવેલી હતી. આ સાથે તેણે ઓરેંજ કલરના શોર્ટ્સ પહેર્યા હતા. જે પાછળથી સ્કર્ટ જેમ પણ લાગતુ હતુ. આ આઉટફિટમાં તે તેની શાનદાર ફિટનેસ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ઘરથી બહાર નીકળેલી જોર્જિયાએ આ વોક દરમિયાન સિંપલ અને આરામદાયક કપડા પહેર્યા હતા. તેણે સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. આ લુકને કમ્પલિટ કરવા તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ કર્યો ન હતો.
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા તેના આ કપડાને લઇને ટ્રોલ થઇ હતી. એક યુઝરે આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ કે, આ શુ પહેર્યુ છે ? અન્ય એક યુઝરે પણ તેની આ તસવીરો પર કમેન્ટ કરી તેને ટ્રોલ કરી હતી.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, હાલમાં જ જોર્જિયા તેના ગ્લેમરસ અને મજેદાર ડાંસ વીડિયોને લઇને ચર્ચામાં આવી હતી. જેમાં તે શહેનાઝ ગિલના ભાઇ શાહબાઝ સાથે ડાંસ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં તેઓ બાથટબમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram