...
   

વાહ ! દીકરીનો જન્મ થયો તો, સાસુએ કર્યુ એવુ કામ કે જાણીને થશે આશ્ચર્ય

જે સાસુમા દીકરીના જન્મ પર વહુને ટોણા મારતા હોય એવા સાસુને આ સત્યઘટના મોટો તમાચો મારે છે, જુઓ

બુંદેલખંડમાં માનવામાં આવે છે કે, રૂઢિવાદિતા અત્યારે પણ ઘણી હાવી છે. પરંતુ આ વચ્ચે એક સાસુએ અનોખી મિસાલ કાયમ કરી છે. અહીં સાસુએ વહુને એક મોંધી ગાડી ગિફટમાં આપી છે. સાસુએ દીકરીનો જન્મ થવાની ખુશીમાં તેમની વહુને એક મોંધી ગાડી ગિફટમાં આપી છે.

સમાજમાં ઘણીવાર દીકરીના જન્મવા પર સાસરે વહુને અપમાનિત કરવાની ખબરો સામે આવે છે. પરંતુ આ પહેલો એવો મામલો ઉત્તરપ્રદેશના હમીરપુરનો હશે, જેમાં એક સાસુએ દીકરીનો જન્મ થવા પર તેને માત્ર ગળે લગાવી એટલું જ નહિ, પરંતુ એક મોંધી ગાડી પણ ગિફટ કરી.

તેમનું કહેવુ છે કે, દીકરી પુરુષોની તુલનામાં ઘણી વધારે સારી હોય છે. પ્રેમા દેવી સ્વાસ્થ્ય વિભાગમાં નિરીક્ષક તરીકે કામ કરતા હતા અને રિટાયર થયા બાદ પોતાના જનપદ ઔરેયા સ્થિત પુત્ર તથા વહુ ખુશ્બુની સાથે રહેતા હતા. તેમનો પુત્ર હમીરપુર જિલ્લા ઓફિસમાં સરકારી સેવામાં કામ કરે છે. જ્યારે તેમની વહુ હાઉસવાઈફ છે. ઘરમાં સાસુ વહુ એક મા-દીકરીની જેમ રહે છે.

એવું જણાવવામાં આવે છે કે, થોડા મહિના પહેલા તેમની વહુ ખુશ્બુએ એક દીકરીને જન્મ આપ્યો છે. દીકરીનો જન્મ થયા બાદ સાસુની ખુશીનો તો કોઇ પાર જ રહ્યો નથી. તે બાદ ઘરમાં દીકરી થવા પર ખૂબ જ ખુશીઓ મનાવવામાં આવી હતી. સાસુએ દીકરીના જન્મ બાદ ઘરમાં નાની પાર્ટી પણ રાખી હતી.

પાર્ટી દરમિયાન જ સાસુએ એલાન કર્યુ હતુ કે, તે દીવાળી પર્વ પહેલા દીકરીને જન્મ આપવા માટે વહુને ગાડી ગિફટમાં આપશે. છેલ્લા થોડા દિવસો પહેલા સાસુએ હોંડા સિટી ગાડી ખરીદી વહુને ગિફટ આપી હતી. રિટાયર્ડ સ્વાસ્થ્યકર્મી પ્રેમાદેવીનું કહેવુ છે કે, દીકરીને ગર્ભમાં મારવાની ગંદી આદત ત્યારે જ દૂર થશે જ્યારે તમે વહુને દીકરી માનીને સ્વીકારો, કારણ કે વહુ પણ કોઈની દીકરી છે અને જ્યારે તેને સાસરિયામાં માતાનો પ્રેમ મળશે તો તે ઘરમાં હંમેશાં ખુશીઓ રહેશે.

કહેવામાં આવે છે કે 2016ની શરૂઆતમાં વહુ ખુશ્બુએ દીકરીને જન્મ આપ્યો હતો. સાસુમા દીકરીના જન્મથી ઘણાં જ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ ઘરમાં વહુ-દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Shah Jina