અજગર સાથે મસ્તી કરવી પડી ભારે, પળવારમાં જ મળી ગયો સબક- રૂંવાડા ઊભા કરી દેશે વીડિયો

અજગર સાથે કરી રહ્યો હતો મસ્તી, પળવારમાં જ બંદાને શીખવાડી દીધો સબક, ચોંકાવનારો વીડિયો વાયરલ

માણસનો જ્યારે કોઇ ખતરનાક જાનવર સાથે સામનો થાય છે, તો તે ભાગતો જોવા મળે છે પણ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની બેવકૂફીને કારણે પોતાનો જીવ જોખમમાં નાખવાથી ચૂકતા નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ અજગર સાથે મસ્તી કરતો જોવા મળે છે અને તેણે અજગરને બંને હાથથી પકડી પણ રાખ્યો છે.

અજગર સાથે મસ્તી કરવી પડી ભારે

જો કે, તે જ્યારે અજગરને કિસ કરવા ચહેરો નજીક લાવે છે ત્યારે અજગર તરત જ તેને જપેટમાં લઇ લે છે. દર્દમાં કણસણતો વ્યક્તિ અજગરને દૂર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ અજગર એ તેના ગાલને એટલી તાકાતથી પકડી રાખ્યો કે અજગરને હટાવવો મુશ્કેલ બની જાય છે. અજગર વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી દે છે. થોડી સેકન્ડનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘ધ રિયલ ટાર્ઝન’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ પેજ સાપને લગતા વીડિયો અને તસવીરો શેર કરે છે. આ વીડિયોને પાંચ હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે અને યુઝર્સ તેના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- આ મૂર્ખતાનું પરિણામ છે. અન્ય એક યુઝરે લખ્યું- પુરુષો કરતાં મહિલાઓ કેમ લાંબુ જીવે છે?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તેને સાપ ક્યાં અને કેવી રીતે પકડવો તેની ટેક્નિકલ જાણકારી નથી.’

 

View this post on Instagram

 

A post shared by Mike Holston (@therealtarzann)

Shah Jina