કેન્સર બાદ તારક મહેતાના નટુકાકાની થયેલી હાલત જોઈને હેરાન રહી જશો, સામે આવી તસવીરો

Update (5/10/2021) : દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે. આ શોના પાત્રો પણ દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. જેના કારણે પાત્રોને લોકો ખુબ જ પ્રેમ પણ આપે છે, આ શોના પાત્રો સાથે જોડાયેલી ઘણી  વાતો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા જ શોમાં કામ કરી રહેલા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ખબરો વાયરલ થઇ હતી.

નટુકાકાને થોડા સમય પહેલા જ કેન્સર થયું હતું અને તેમની સારવાર પણ ચાલી રહી છે. એપ્રિલ મહિનામાં જ તેમની બીમારી વિશેની ખબર પડી હતી. તે છતાં પણ તે સતત શૂટિંગ કરતા રહ્યા હતા. હાલમાં ઘનશ્યામ નાયકની એક તસ્વીર વાયરલ થઇ રહી છે. લોકો આ તસ્વીર જોઈને દંગ રહી ગયા છે.

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની સામે આવેલી તસવીરમાં તે ખુબ જ કમજોર જોવા મળી રહ્યા છે. તેમનો ચહેરો અને આંખો સૂજેલી છે. નટુકાકાએ સફેદ કુર્તો અને પાયજામો પહેર્યો છે અને હાથ પાછળ રાખીને ઉભા રહ્યા છે. પોતે બીમારીમાંથી ઉભા થયા હોવા છતાં પણ નટુકાકા તેમના ચાહકોને સ્માઈલ સાથે તસ્વીર આપી રહ્યા છે.

ઘનશ્યામ નાયકના માથે આવેલી મુસીબતો છતાં પણ તે જિંદાદિલ છે, તે પોતાની 77 વર્ષની ઉંમરમાં પણ પોતાના કામ પ્રત્યે ચોક્કસ છે અને પોતાના ચાહકોનું ભરપૂર મનોરંજન કરે છે. તારક મહેતાના બીજા કલાકારોની જેમ નટુકાકા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે, વર્ષોથી તે તે ચાહકોનું મનોરંજન કરતા આવ્યા છે.

સપ્ટેમ્બર 2020માં 77 વર્ષના ઘનશ્યામ નાયકના ગળાની અંદર 8 ગાંઠ હોવાની વાત સામે આવી હતી. જેના બાદ તેમના ગળાની સર્જરી કરી અને ડોકટરે ગાંઠો કાઢી નાખી હતી. ત્યારબાદ ઘનશ્યામ નાયકના દીકરાએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં અમે તેમના ગળાનું પોજીટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેન કરાવ્યું હતું. જેમાં ફરીથી કેટલાક સ્પોટ મળ્યા હતા.

Image Source77 વર્ષની ઉંમરમાં પણ દર્શકોને મનોરંજન કરાવી રહેલા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના ગળાની અંદર કેટલાક સ્પોટ દેખાયા હતા. જેના બાદ તેમને ડોક્ટરને બતાવ્યું હતું. આ વર્ષે એપ્રિલ મહિનામાં જ તેમને કેન્સર ડિટેકટ થયું હતું અને જેના બાદ ચાહકો તે સ્વસ્થ થઇ જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

ઘનશ્યામ નાયકના પરિવારજનોએ કીમોથેરેપી સેશન્સ પણ શરૂ કરાવી દીધા છે. ચાહકો પણ ઈચ્છે છે કે નટુકાકા જલ્દી જ શોના સેટ ઉપર પરત ફરે. જો કે આ બધા વચ્ચે એક એવી ખબર આવી રહી છે કે નટુકાકાએ પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને જણાવ્યું છે કે જો તેમનું નિધન થાય તો તે મેકઅપ પહેરીને મરવા ઈચ્છે છે.

ઇન્સ્ટન્ટ બૉલીવુડ નામના એક પ્રમાણિત ઇન્સ્ટાગ્રામ પેજના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામ નાયકે પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ પ્રમાણે નટુકાકાએ કહ્યું છે કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે. નટુકાકા છેલ્લા કેટલાય વર્ષોથી તારક મહેતા શોમાં કામ કરી રહ્યા છે અને દર્શકોને પણ ભરપૂર મનોરંજન કરાવી રહ્યા છે.

નટુકાકા ગયા અઠવાડીએ ગુજરાતના દમણમાં થઇ રહેલા તારક મહેતાના સ્પેશિયલ એપિસોડના શૂટિંગમાં પણ પહોંચ્યા હતા. પોતાના શૂટિંગના અનુભવ વિશે ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું કે, “તબિયત સારી છે.”

સપ્ટેમ્બર 2020માં 77 વર્ષના ઘનશ્યામ નાયકના ગળાની અંદર 8 ગાંઠ હોવાની વાત સામે આવી હતી. જેના બાદ તેમના ગળાની સર્જરી કરી અને ડોકટરે ગાંઠો કાઢી નાખી હતી. હવે ઘનશ્યામ નાયકના દીકરાએ જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં અમે તેમના ગળાનું પોજીટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેન કરાવ્યું હતું. જેમાં ફરીથી કેટલાક સ્પોટ મળ્યા હતા.

તેમના દીકરાએ વધુમાં જણાવ્યું હતું કે “જો કે તેમને વધારે કોઈ તકલીફ નહોતી. પરંતુ અમે કોઈ રિસ્ક લેવા નહોતા માંગતા. જેના કારણે અમે ફરીથી કેમોથેરપી શરૂ કરાવી દીધી છે. તેમની સારવાર એજ હોસ્પિટલમાં એજ ડોકટરો પાસે થઇ રહે છે જેમની પાસે પહેલા થતી હતી.

ઉલ્લેખનીય છે કે, તારક મહેતાના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનું રવિવારના રોજ અવસાન થઇ ગયુ હતુ અને સોમવારે સવારે 11 વાગ્યા આસપાસ તેમના અંતિમ સંસ્કાર કાંદિવલી વેસ્ટના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. નટુકાકાને અંતિમ વિદાય આપવા શોના પ્રોડ્યુસર આસિત મોદી સહિત ઘણા કલાકારો હાજર રહ્યા હતા. શોમાં પહેલા ટપ્પુનો રોલ પ્લે કરતો ભવ્ય ગાંધી પણ નટુકાકાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.

Niraj Patel