શું તમારા ઘરમાં પણ વંદા, ગરોળી અને ઉંદરે મચાવી દીધો છે આતંક ? તો અપનાવો આ દેશી નુસખા, ઉભી પુછડીએ ભાગશે…

રસોડામાં વંદા અને ગરોળી મચાવે છે આતંક ? ઘરમાં વધી ગયો છે ઉંદરનો ત્રાસ ? તો આ દેશી ઉપાય તમારા માટે બની જશે ખુબ જ કારગર

Get Rid Of Cockroach And Lizard : રસોડામાં જો વંદો કે ગરોળી જોવા મળી જાય તો મહિલાઓ બુમાબુમ કરી મૂકે છે. વંદાઓ ખાવાનું ખરાબ કરી દેતા હોય છે તો ગરોળી જોઈને જ બીક લાગે. તો ઘણા ઘરમાં ઉંદરો પણ રમખાણ મચાવતા હોય છે. બજારની અંદર ઘણી બધી વસ્તુઓ મળે છે, જેનાથી ગરોળી, વંદા અને ઉંદરને દૂર રાખી શકાય, પરંતુ એ બધી વસ્તુઓ કિંમતમાં મોંઘી અને ઉપયોગ કરવા સુધી જ અસરકારક રહે છે. તો કેટલાક સ્પ્રે અને દવાઓ એવી પણ હોય છે જેને ખાવાની જગ્યા પર નથી ઉપયોગમાં લેવાતી.

ઘરમાંથી ઉંદર ભગાવવાનો ઉપાય :

જો ઘરમાં ઉંદરો હોય તો તે રસોડામાં ગંદકી ફેલાવીને રોગોનું જોખમ વધારે છે. તેનાથી છુટકારો મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. લોકો ઉંદરના ઝેરનો ઉપયોગ પણ કરે છે, જો કે, તમે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને તેના વિના ઘરમાંથી છુટકારો મેળવી શકો છો. ફુદીનાના પાનનો ઉપયોગ ઉંદરોને ભગાડવા માટે કરી શકાય છે. પીપરમિન્ટના પાન વડે પણ ઉંદરોને ભગાડી શકાય છે.

ગરોળીને દૂર કરવા અપનાવો આ નુસખા :

તમે દિવાલ પર મોરના પીંછા અને ઈંડાના છીપને લગાવીને ગરોળીને ઘરમાંથી ભગાડી શકો છો. તમે નેપ્થાલિન બોલની મદદથી પણ ગરોળીથી છુટકારો મેળવી શકો છો. નેપ્થાલિન બોલના રસમાંથી ઘરે બનાવેલ સ્પ્રે બનાવીને પણ ગરોળીને ભગાડી શકાય છે. ગરોળી તેની ગંધને કારણે ભાગી જાય છે.

વંદાનો ત્રાસ આ વસ્તુ કરશે દૂર :

કોકરોચને દૂર કરવા માટે લસણ, ડુંગળી અને કાળા મરીને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ તૈયાર કરેલી પેસ્ટને એક બોટલમાં ભરીને તેમાં પાણી ઉમેરો. આ વોટર સોલ્યુશનનો છંટકાવ કરીને તમે કોકરોચથી છુટકારો મેળવી શકો છો.

 

Niraj Patel