કચ્છી કોયલ ગીતાબેન રબારી પતિ પૃથ્વી રબારી સાથે પહોંચ્યા અયોધ્યા ધામ, ભગવાન રામજીના ચરણોમાં ઝૂકાવ્યુ શીશ- જુઓ તસવીરો

શ્રી રામની જન્મભૂમિ પહોંચ્યા કચ્છી કોયલ ગીતાબેન રબારી, પતિ પૃથ્વી રબારી પણ જોવા મળ્યા સાથે- પારંપારિક લુકમાં મચાવી ધૂમ

કચ્છી કોયલ તરીકે આખા ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવી લેનાર ગાયિકા ગીતાબેન રબારી અવાર નવાર ચર્ચામાં રહે છે, તેમને આજે કોઇ પરિચયની જરૂર નથી. કચ્છના નાનકડા ગામમાંથી આવતા ગીતાબેન રબારીની લોકચાહના મોટી છે પરંતુ આજે પણ તેઓ સાદું જીવન જીવવાનું વધુ પસંદ કરે છે.

ગીતાબેન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવાર નવાર તેમના દેશ-વિદેશના કાર્યક્રમોની ઝલક પણ શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ તેમણે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેઓ તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે અયોધ્યા ધામમાં જોવા મળી રહ્યા છે.

રામ મંદિરમાં પોતાના કાર્યક્રમ પહેલા ગીતાબેન રબારીએ એક પોસ્ટ શેર કરી જણાવ્યુ હતુ કે- આજની ભક્તિ સંધ્યા શ્રી અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામજીના ચરણોમાં..હું મને ખૂબ જ સૌભાગ્યશાળી માનુ છુ કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામોત્સ્વમાં મને આમંત્રિત કરવામાં આવી. તમે બધા પણ પધારજો જરૂર. જય શ્રી રામ.

જણાવી દઇએ કે, અયોધ્યામાં ભક્તિ સંધ્યા દરમયાનના પણ વીડિયો ગીતાબેન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રામલલાના દર્શનની પણ કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. એક તસવીરમાં તેઓ રામલાલાના દરબારમાં જોવા મળે છે, જ્યારે અન્ય એક તસવીરમાં તેઓ મંદિરની બહાર પોઝ આપતા જોવા મળે છે.

જણાવી દઇએ કે, દર વખતની જેમ આ વખતે પણ તેઓ પારંપારિક લુકમાં જોવા મળ્યા હતા.ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો જન્મી ચુક્યા છે અને આ ગાયકોએ દેશ વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. એવી જ એક ગાયિકા છે ગીતાબેન રબારી, જેમણે પોતાની ગાયિકીથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેમના સોશિયલ મીડિયામાં પણ લાખો ફિલોઅર્સ છે.

ત્યારે ગીતાબેન રબારીના ગીતો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ લોકો તેમની સાથે જોડાયેલા રહેતા હોય છે અને તેમના વિશે જાણવા માંગતા હોય છે. ગીતાબેન રબારી વિદેશમાં પણ પરંપરાગત લુકમાં પોતાના લાઈવ કાર્યક્રમોની અંદર ધૂમ મચાવતા હોય છે અને જો જોઈ સૌ કોઈ તેમના વખાણ કરે છે.

Shah Jina