ફરીવાર અમેરિકાની ધરતી ઉપરથી કિંજલ દવે અને ગીતાબેન રબારીની તસવીરો આવી સામે, ભરથાર સાથે ગીતાબેનનો જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ

ગુજરાતની બે સુપ્રસિદ્ધ ગાયિકાઓ કિંજલ દવે અને ગીતાબેન રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે અને ત્યાંથી આ બંને ગાયિકાઓ રોજ પોતાના સોશિયલ મીડિયામાં પોતાની અવનવી તસવીરો પણ શેર કરતી રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે, થોડા સમય પહેલા જ બંનેએ સાથે તસવીરો પણ શેર કરી હતી, હવે ફરીવાર તેમની સાથે તસવીરો સામે આવી છે.

થોડા દિવસ પહેલા જ કિંજલ દવે અને ગીતાબેન રબારીની મુલાકાત લાસ વેગાસમાં થઇ હતી, જ્યાંથી તેમને કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં ગીતાબેન અને કિંજલ બંને એક સાથે અમેરિકાની ધરતી ઉપર જોવા મળી રહ્યા હતા, આ બંનેને એક સાથે જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થયેલા જોવા મળી રહ્યા હતા અને તેમની આ તસવીરો ઉપર ઢગલાબંધ લાઈક અને કોમેન્ટ પણ કરતા જોવા મળ્યા હતા.

ત્યારે હવે ફરીવાર તેમની એકસાથે તસવીરો સામે આવી છે, જેમાં પણ ગીતાબેન અને કિંજલ દવેનો અનોખો અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે. સામે આવેલી તસ્વીરોમાં ગીતાબેન કિંજલ દવેને પાછળથી હગ કરતા જોવા મળી રહ્યા છે. તેમની આ તસવીરો પણ તેમના કેપશન પ્રમાણે લાસ વેગાસની હોય તેવું લાગી રહ્યું છે.

કિંજલ દવે અને ગીતાબેને તેમના સોશિયલ મીડિયામાં ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં બંને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે, આ તસ્વીરોમાં કિંજલ દવેએ શકાય બ્લુ ટી શર્ટ અને લેગિન્સમાં જોઈ શકાય છે જયારે ગીતાબેન રબારી પ્રિન્ટેડ બલૂન સ્લિવ્સ ગાઉનમાં જોવા મળી રહ્યા છે. આ ત્રણેય તસવીરોમાં તેમની જોડી ખુબ જ વખાણવા જેવી લાગે છે.

આ ઉપરાંત ગીતાબેને તેમના સોશિયલ મીડિયામાં કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે. જેમાં તે કેમેરા સામે શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોમાં પણ તેમને પ્રિન્ટેડ બલૂન સ્લિવ્સ ગાઉન જ પહેર્યું છે. અને આ તસવીરો પણ તેમના અમેરિકા પ્રવાસમાં લાસ વેંગાસમાંથી જ તેમને ક્લિક કરાવી છે.

ગીતાબેન રબારીએ તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે પણ કેટલીક તસવીરો ક્લિક કરાવીને શેર કરી છે, જેમાં તેમનો પ્રેમ છલકાતો જોવા મળી રહ્યો છે. તેમને તેમના પતિ પૃથ્વી રબારી સાથે ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તેમના પતિ જીન્સ અને ટી શર્ટમાં તો ગીતાબેન પણ ખુબ જ સાદગી ભરેલા લુકમાં જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી હાલ અમેરિકામા પોતાના ડાયરા કાર્યક્રમ માટે પહોંચ્યા છે અને ત્યાંથી જ તેમાં ડાયરાની ઝલક પણ સોશિયલ મીડિયામાં તેઓ શેર કરતા રહે છે, આ ઉપરાંત તેમના ડાયરાની અંદર થતો ડોલરનો વરસાદ પણ જોવા મળતો હોય છે, થોડા દિવસ પહેલા જ તેમને તેમના ડાયરામાંથી ભેગી થયેલી રકમ યુક્રેનને દાન કરવાનો નિર્ણય કરીને લોકોના દિલ પણ જીતી લીધા હતા.

ગીતાબેન રબારીના આ અમેરિકા પ્રવાસમાં તેમના પતિ પૃથ્વી રબારી પણ તેમની સાથે જ છે, તે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ તેઓ શેર કરતા હોય છે, ગીતાબેનના ચાહકો પણ તમેની તસ્વીરોને ખુબ જ પસંદ કરતા હોય છે. ગીતાબેનની તસવીરો ઉપર ચાહકો પણ ઢગલાબંધ કોમેન્ટ કરી તેમના વખાણ કરતા હોય છે.

Niraj Patel