શું આ પુરુષની મોહબ્બતમાં કોરિયોગ્રાફર ગીતા કપૂરે આજ સુધી નથી કર્યા લગ્ન ? જુઓ PHOTOS
બોલિવુડની મશહૂર કોરિયોગ્રાફર ગીતા કપૂર આ દિવસોમાં ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસરમાં જજ તરીકે નજર આવી રહી છે. આ પહેલા તે સુપર ડાંસર ચેપ્ટર 4માં જજની ભૂમિકામાં નજર આવી હતી. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને ગીતા માના નામથી ઓળખે છે. ગીતા કપૂરને આ નામ તેમના સ્ટુડેન્ટ્સ તરફથી મળ્યુ છે. જેને કારણે આજે બધા લોકો તેમને આ નામથી ઓળખે છે. છેલ્લા દિવસોમાં તેમની સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર વાયરલ થઇ હતી, જેમાં તેમની માંગમાં સિંદૂર જોવા મળી રહ્યુ હતુ. જેને કારણે તે ખૂબ ચર્ચામાં આવી હતી. પરંતુ આ અવતાર તેમણે માત્ર એક શૂટ માટે લીધો હતો.
કહેવાય છે કે ગીતાને એક વ્યક્તિ સાથે પ્રેમ હતો, જે ક્યારેય પૂરો ન થઈ શક્યો. ગીતાએ આ વ્યક્તિ સાથે ઘણી તસવીરો પણ શેર કરી હતી. ઘણી વખત કોરિયોગ્રાફર ગીતા કપૂર અને તે સોશિયલ મીડિયા પર કોઝી તસવીરો શેર કરતા હતા. જ્યાં લોકો પણ આ જોડીને પોતાનો પ્રેમ આપવા લાગ્યા.
આ તસવીરોમાં તમે ગીતા સાથે એક વ્યક્તિને જોઈ શકો છો. તેનું નામ રાજીવ ખીચી છે. રાજીવ અને ગીતા એકબીજાના ખૂબ જ નજીકના મિત્રો છે. રાજીવ એક મોડલ છે જે છેલ્લા ઘણા સમયથી મનોરંજનની દુનિયામાં કામ કરી રહ્યો છે. ઘણી વખત ગીતા અને રાજીવના સંબંધોના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જ્યાં ગીતાએ હંમેશા સોશિયલ મીડિયા પર આ હકીકત સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યુ કે તે બંને સારા મિત્રો છે
તમને જણાવી દઈએ કે, આ ત્યારે શરૂ થયુ જ્યારે ગીતા ઘણા પ્રસંગોએ રાજીવ સાથે ખૂબ જ કંફર્ટેબલ જોવા મળી હતી. ગીતા અને રાજીવ બંને એકબીજાની સાથે ખૂબ મસ્તી કરતા. બંને એકબીજા સાથે ઘણો સમય વિતાવતા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, રાજીવ અને ગીતાએ તેમની કારકિર્દી એકસાથે શરૂ કરી હતી. જેના કારણે બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે ગીતાએ રાજીવ સાથેના પ્રેમને કારણે આજ સુધી લગ્ન કર્યા નથી.
રાજીવ અને ગીતાની મુલાકાત ફરાહ ખાનથી થઇ હતી. જે આ બંનેની કોમન ફ્રેન્ડ છે. રાજીવ ગીતા માના બધા સુખ દુખમાં સામેલ રહે છે. ગીતાને જયારે પણ જરૂરત પડે છે ત્યારે તે રાજીવને બોલાવી લે છે.