ભારતના દિગ્ગજ ક્રિકેટરને ISIS કાશ્મીરે આપી જાનથી મારી નાખવાની ધમકી

પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગૌતમ ગંભીરે આરોપ લગાવ્યો છે કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બીજેપી સાંસદે હવે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણનું કહેવું છે કે ગૌતમ ગંભીરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૌતમ ગંભીરે ગઈકાલે રાત્રે જ આ ફરિયાદ નોંધાવી છે. ગૌતમ ગંભીર વતી આરોપ લગાવવામાં આવ્યો છે કે ISIS કાશ્મીરે તેને ફોન અને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

નોંધનીય છે કે દિલ્હીના બીજેપી સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ISIS, કાશ્મીર નામના ઈમેલ આઈડીમાં સાંસદ ગૌતમ ગંભીર અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પછી, બીજેપી સાંસદના અંગત સચિવ ગૌરવ અરોરા તરફથી મધ્ય દિલ્હી પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. ગૌરવ અરોરાએ જણાવ્યું કે 9:32 વાગ્યે મેઈલ આવ્યો છે. તેમાં લખ્યું છે કે અમે તને અને તારા પરિવારને મારી નાખીશું.

તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર રાજધાની દિલ્હીની પૂર્વ દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે. ભૂતકાળમાં, તે ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યો છે, થોડા સમય પહેલા તે રાજકારણમાં જોડાયો હતો.
ગૌતમ ગંભીર બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો છે, ગૌતમ ગંભીર 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં મોટો સ્ટાર હતો અને તેણે બંને ફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

YC