ગૌતમ અદાણીની વહુ પરિધિ છે ખૂબ જ પોપ્યુલર, ખૂબસુરતીમાં પણ આપે છે અભિનેત્રીઓને ટક્કર, મોટા મોટા દિગ્ગજો પણ સલાહ વગર નથી કરતા કામ

ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ અંબાણીની પુત્રવધુ શ્લોકાને આપે છે ટક્કર, ખુબસુરત પણ છે અને મોટા મોટા દિગ્ગજો પણ તેમની સલાહ લીધા વગર કરતા નથી કોઈ કામ

એશિયા અને ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો ડંકો પૂરી દુનિયામાં વાગી રહ્યો છે. ‘બ્લૂમબર્ગ’ના ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણીએ $137 બિલિયનની નેટવર્થ સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. ‘બ્લૂમબર્ગ’ની આ યાદીમાં ‘ટેસ્લા’ના સીઈઓ એલોન મસ્ક $251 બિલિયનની નેટવર્થ સાથે નંબર વન પર છે અને ‘Amazon’ના ફાઉન્ડર જેફ બેઝોસ $153 બિલિયનની નેટવર્થ સાથે બીજા નંબર પર છે.

બહુ ઓછા લોકો જાણે છે કે ગૌતમના પુત્ર કરણ અદાણીની પત્ની પરિધિ શ્રોફ પણ ઘણી પોપ્યુલર છે. તે દેશના જાણીતા કોર્પોરેટ વકીલો પૈકીના એક સિરિલ શ્રોફની પુત્રી છે, જે તેના પિતાની જેમ કોર્પોરેટ વકીલ છે. આજે અમે તમને પરિધિ શ્રોફ વિશે જણાવવા જઇ રહ્યી છીએ. પરિધિ શ્રોફનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. તેણે વર્ષ 2010-13માં ‘મુંબઈ યુનિવર્સિટી’ની સરકારી લો કોલેજમાંથી એલએલબી કર્યું. આ પહેલા તેણે બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી હતી. આ સિવાય તેણે એકાઉન્ટિંગ અને ફાયનાન્સમાં B.Com કર્યું છે.

હાલમાં પરિધિ તેના પિતાની ફર્મ ‘સિરિલ અમરચંદ મંગળદાસ’ના વડા છે, જે અમદાવાદ સ્થિત છે. પરિધિના પતિ કરણ અદાણીની વાત કરીએ તો તે હાલમાં અદાણી ગ્રુપની કંપની ‘અદાણી પોર્ટ’ના સીઈઓ અને ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. પરિધિ શ્રોફ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિની યાદીમાં સામેલ ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી સાથે લગ્ન કર્યા. કરણ અને પરિધિના લગ્ન વર્ષ 2013માં થયા હતા, જે તે વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક હતા.

આ લગ્નમાં બિઝનેસ ટાયકૂન ભાઈઓ મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર, કરણ અને પરિધિના ત્રણ રિસેપ્શન યોજાયા હતા, જેમાંથી એકમાં કુલ 22,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નના ત્રણ વર્ષ બાદ 2016માં કરણ અને પરિધિએ તેમના જીવનમાં એક પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ તેઓએ અનુરાધા કરણ અદાણી રાખ્યું.પરિધિ દીકરીને જન્મ આપ્યા બાદ 40 દિવસ સુધી પોતાના પરિવાર સાથે શ્રોફ નિવાસમાં રહી. તેણે બધી પરંપરાનું અનુસરણ કર્યુ.

વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવેલા ગૌતમ અદાણીની પુત્રવધૂ વ્યવસાયે કોર્પોરેટ વકીલ છે. તે અગ્રણી કોર્પોરેટ ગૃહો, સ્ટાર્ટઅપ વગેરેને કાનૂની સલાહ આપે છે. તે જે લો ફર્મ સાથે સંકળાયેલી છે તે તેના પિતાની છે, જે 100 વર્ષથી વધુ જૂની છે અને તેની ગણના દેશના સૌથી મોંઘા કોર્પોરેટ વકીલોમાં થાય છે. આવી સ્થિતિમાં, કરણ અને પરિધિ બે અલગ-અલગ વ્યવસાયમાં હોવા છતાં, બંને વચ્ચેનું બોન્ડિંગ લોકો માટે પ્રેરણાથી ઓછું નથી. પરિધિ શ્રોફના પિતા સિરિલ શ્રોફ ભારતના સૌથી પ્રખ્યાત કાનૂની દિગ્ગજો પૈકીના એક છે.

તેઓ કોર્પોરેટ કાયદામાં નિષ્ણાત છે અને ભારતની સૌથી મોટી કાયદાકીય પેઢી સિરિલ અમરચંદ મંગળદાસના મેનેજિંગ પાર્ટનર છે. ચેમ્બર્સ અનુસાર, આ પેઢી અગ્રણી બિઝનેસ લોકોને કાનૂની સલાહ આપવા માટે જાણીતી છે, જે વિશ્વભરની કાનૂની કંપનીઓનું મૂલ્યાંકન કરે છે અને તેને રેન્ક આપે છે. પરિધિ હવે તેના પિતાના પગલે ચાલીને પેઢીનું નેતૃત્વ કરે છે. ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, વર્ષ 2020માં પરિધિ શ્રોફ અને તેના પિતાએ મુંબઈના વરલી વિસ્તારમાં લગભગ 4.5 મિલિયન યુએસ ડોલર એટલે કે 36 કરોડ રૂપિયામાં સી ફેસિંગ ફ્લેટ ખરીદ્યો હતો.

પરિધિ અને તેના પિતાનું આ ત્રીજું એપાર્ટમેન્ટ છે, જે તેમણે ડૉ. એની બેસન્ટ રોડ પર ઓબેરોય રિયલ્ટીના પ્રોજેક્ટ થ્રી સિક્સ્ટી વેસ્ટમાં સંયુક્ત રીતે ખરીદ્યું છે. તેણે પ્રથમ બે ડીલ 74.66 કરોડમાં કરી હતી. આ રીતે હવે પરિધિ ટોટલ 111 કરોડની અચલ સંપત્તિની માલકિન છે. ત્યાં કરણ અદાણીની વાત કરીએ તો, રીપોર્ટ અનુસાર કરણ અદાણીની કુલ સંપત્તિ 108 બિલિયન અમેરિકી ડોલર છે. જણાવી દઇએ કે, અદાણી પરિવાર તેમના અંગત મામલાને લાઇમલાઇટથી દૂર રાખવા પસંદ કરે છે.

Shah Jina