Gautam Adani at Mukesh Ambani’s house : દેશ અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ટૂંક સમયમાં જ બિઝનેસ ટાઇકૂન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે, ત્યારે આ લગ્ન પહેલા જામનગરની અંદર શાનદાર પ્રિ વેડિંગનું આયોજન પણ થઇ રહ્યું છે. 1 માર્ચથી શરૂ થયેલ આ ભવ્ય સમારંભનો આજે અંતિમ દિવસ છે અને અત્તર સુધી દેશ અને દુનિયાના ઘણા બધા સેલેબ્સ પણ આ પ્રસંગમાં આવી ચુક્યા છે.
બૉલીવુડ, હોલીવુડ, રાજકારણ અને બિઝનેસ સાથે જોડાયેલા ગયાહની મોટી મોટી હસ્તીઓએ આ પ્રસંગમાં હાજરી આપી. ત્યારે દેશના બીજા એક અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આ પ્રસંગમાં હાજરી આપવા માટે પોતાની પત્ની પ્રીતિ અદાણી સાથે આવી પહોંચ્યા છે. ગૌતમ અદાણી જામનગર એરપોર્ટ પરથી કડક સુરક્ષા વચ્ચે અને પોતાના લક્ઝુરિયસ કારના કાફલા સાથે રિલાયન્સ ગ્રીન્સમાં પહોંચ્યા હતા.
ગૌતમ અદાણીના આ પ્રસંગમાં આવતા જ ચાર ચાંદ લાગી ગયા હતા. ગૌતમ અદાણીની એન્ટ્રી લક્ઝુરિયસ કારનો કાફલા સાથે થઇ હતી, જેને જોઈને જ લોકો અવાક રહી ગયા હતા. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌતમ અદાણી જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ કારના કાફલા સાથે આગળ વધી રહ્યા છે અને આ દરમિયાન સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રિ પાર્ટીમાં બોલીવુડના ઘણા બધા કલાકારો પણ પર્ફોમન્સ આપતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા મેટા ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા, નંદન નિલેકણી, અદાર પૂનાવાલા, ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પણ હાજર રહ્યા હતા.
View this post on Instagram