ગૌહર ખાન વેકેશન એન્જોય કરવા માટે તેના પતિ સાથે ગઈ માલદીવ, તસવીરો એવી કે નજર હટાવી થશે મુશ્કેલ

આ ખાન અભિનેત્રીએ આર પાર દેખાઈ જાય એવો શર્ટ પહેર્યો, 7 PHOTOS જોતા જ કહેશો વાહ શું જિંદગી છે

માલદીવ આ દિવસોમાં બોલિવૂડ સેલિબ્રિટીઝના વેકેશન માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. આ દિવસોમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી ગૌહર ખાન અને તેના પતિ કોરિયોગ્રાફર જૈદ દરબાર પણ અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે.

બંનેએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ કપલ માલદિવનાં સૌથી મોંઘા ટાપુ ‘ફુરાવરી’માં રોકાયા છે, જેની સુંદરતા જોતા જ બની રહી છે. આ ટાપુ પર શાનદાર કોટેજ છે જ્યાં જઈને કોઈ પણ વ્યક્તિનો મૂડ તાજો થશે.

આ સિવાય ગૌહરે પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે બોટ ઉપર પર ઉભેલી છે અને ‘ટચ ઇટ’ ગીત પર જબરદસ્ત ડાન્સ મૂવ કરતી જોવા મળી રહી છે. ચાહકો તેના આ મૂવ્સ પર ખૂબ ફિદા પણ થઈ રહ્યા હતા. ગૌહરના આ આઉટફિટના પણ ચાહકો દીવાના થઇ ગયા હતા.

માલદીવમાં પ્રવેશ દરમિયાન ગૌહરે બ્રાઇટ રેડ મિડી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ વી-નેકલાઇન હતો. આઉટફિટનો રંગ પાછળ દેખાઈ રહેલ સમુદ્રની સામે વધુ આકર્ષક લાગી રહ્યો હતો.

ગૌહરે તેનો બીજો વીડિયો શેર કર્યો હતો જેમાં તે પતિ જૈદ દરબાર સાથે જોવા મળી હતી આ વીડિયોમાં બંને એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. તેમજ બંને એક ગીત પર જબરદસ્ત મૂવ્સ કરતા જોવા મળી રહ્યા હતા. આ વીડિયોમાં કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું હતું. ગૌહરે આ વેકેશન દરમ્યાન ખુબ જ શાનદાર કપડાં કેરી કર્યા હતા.

ગૌહર ખાન અને જૈદ દરબારના લગ્ન 25 ડિસેમ્બર, 2020ના રોજ થયા હતા. તેમના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ગૌહરે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે તે હંમેશા લગ્ન બાદ આ જગ્યાએ જવા માંગતી હતી.

Image Source

નિકાહના બે દિવસ બાદ જ ગૌહર લખનઉ પોતાના પ્રોફેશનલ વર્ક કમિટમેન્ટ માટે રવાના થઈ ગઈ હતી. ગૌહર ખાન એક્ટ્રેસ અને મોડલ છે. જૈદની વાત કરીએ તો તે ઈસ્માઈલ દરબારનો પુત્ર છે. તે એક્ટર, ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે. જૈદ ગૌહર કરતાં 11 વર્ષ નાનો છે. પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યા બાદ બંને મિની હોલિડે મનાવવા દુબઇ પણ ગયા હતા.

Patel Meet