આ ભાઈ દેશી અંદાજમાં કરી રહ્યો હતો ગેસની સારવાર, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો આ જુગાડનો વીડિયો, જુઓ

વાયરલ થઇ રહી છે પેટમાંથી ગેસ દૂર કરવાની આ દેશી જુગાડની પદ્ધતિ, લોકોએ કહ્યું, “પાછળથી કિડની ના બહાર આવી જાય !” જુઓ વીડિયો

આજની ખાણીપીણી અને રહેણી કરણીના કારણે ઘણા લોકોને ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થતી રહે છે. ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે બજારમાંથી દવા લાવીને રોજ ખાતા હોય છે, પરંતુ કાયમ માટે આ સમસ્યાથી છુટકારો મેળવવો ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ હાલ ગેસની સમસ્યામાંથી છુટકારો અપાવતા એક વ્યક્તિના દેશી જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

એક ટ્વિટર યુઝરે ગેસની સમસ્યાથી છુટકારો મેળવવાનો ‘દેશી રસ્તો’ શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. હા, આ ક્લિપ જોઈને જ્યાં કેટલાક લોકો વિચારમાં પડી ગયા છે કે ગેસથી છુટકારો મેળવવાનો આ કેવો પીડાદાયક ઉપાય છે. આ વીડિયો ટ્વિટર યુઝર @ragiing_bull દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું છે કે જે લોકોને ગેસની સમસ્યા હોય તેમના માટે ઘરેલું ઉપાય.

આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચુક્યા છે. સાથે જ ઘણા યુઝર્સે આ અંગે ફીડબેક પણ આપ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે કિડની પાછળથી બહાર ન આવી જાય. બીજાએ લખ્યું કે “મારો જીવ તો આમ જ નીકળી જશે.” આ ક્લિપ 37 સેકન્ડની છે જેમાં એક માણસ બીજા માણસના પેટને ઘણી વાર ધક્કો મારી રહ્યો છે. તે કહે છે ગેસ લોક, ગેસ ઓવર.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેમજ વ્યક્તિના હાથમાં એક નાનકડું ઓજાર છે અને તે વ્યક્તિના પેટમાં વારંવાર મારતો હોય છે. સારવાર લઈ રહેલા વ્યક્તિનો ચહેરો જોઈને લાગે છે કે ગેસથી છુટકારો મેળવવાની આ પ્રક્રિયામાં તેને ખૂબ તકલીફ થઈ રહી છે. વાસ્તવમાં, પેટમાં ગેસ બનવાની બીમારી ખતરનાક છે, જેને તે જ વ્યક્તિ બરાબર સમજે છે કે તે થોડું ખાય છે કે તરત જ ગેસ બનવા લાગે છે. તેની સારવાર માટે, ઘણા લોકો દવાઓ લે છે અને ઘણા લોકો ઇન્જેક્શન લે છે. પરંતુ આ પદ્ધતિ ખૂબ જ વિચિત્ર છે. ગુજ્જુરોક્સ આ દાવાની સત્યતાની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel