છેલ્લા 3 મહિનામાં LPG ગેસની કિંમતોમાં વધારો થયો છે. ત્યારે આ વધારામાં LPG ગેસ સિલિન્ડર 125 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા છે.
હવે તમે આ સિલિન્ડર ફક્ત 200 રૂપિયાની અંદર આ રીતે ખરીદી શકો છો. તો ચાલો જાણીએ આ ઓફર કેવી રીતે મેળવી શકાય.

આ ઓફરનો લાભ મેળવવા માટે, તમારે મોબાઇલ ફોન પર Paytm એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગેસ બુક કરવો પડશે. આ પછી, તમને 700 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. કેશબેક મેળવવા માટે, Paytm માં સિલિન્ડર બુક પર જાઓ. અહીં ભારત ગેસ, એચપી ગેસ અને ઇન્ડેનનો વિકલ્પ જોવામાં આવશે. તમે જે ગ્રાહક છો તે પસંદ કરો.

ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અથવા LPG આઈડીની મદદથી, બુકિંગ પ્રક્રિયા આગળ વધશે. વિગતો દાખલ કર્યા પછી આગળ વધવું છે અને તમારી બધી માહિતી જાહેર કરવામાં આવશે. 700 રૂપિયાની કેશબેક પહેલીવાર બુકિંગ પર ઉપલબ્ધ છે.

આ કેશબેકનો લાભ પેટીએમ એપ દ્વારા પ્રથમ વખત એલપીજી ગેસ સિલિન્ડર બુક કરનારા ગ્રાહકો મળી શકશે. ગ્રાહકો 31 માર્ચ 2021 સુધી પેટીએમ એલપીજી સિલિન્ડર બુકિંગ કેશબેક ઓફરનો લાભ મેળવી શકે છે. આ કિસ્સામાં, સસ્તા ગેસ સિલિન્ડર મેળવવા માટે તમારી પાસે ફક્ત બે દિવસ બાકી છે.