આજ પહેલા ગાંધીનગરને આ રીતે દુલ્હનની જેમ સજાવેલું નહિ જોયું હોય ! જુઓ કેવી ચાલે છે વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ

નવી નવેલી દુલ્હનની જેમ સજી ઉઠ્યું ગાંધીનગર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનને જોવા માટે તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યું છે માનવ મહેરામણ, જુઓ નજારો

Gandhinagar decorated like a bride : ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગ્રીન સીટી તરીકે દુનિયાભરમાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે ગાંધીનગરમાં અવાર નવાર વિવિધ કાર્યક્રમોના પણ આયોજનો કરવામાં આવતા હોય છે, ત્યારે આગામી 10થી 12 જાન્યુઆરી સુધી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ કાર્યક્રમને લઈને ગાંધીનગરને દુલ્હનની જેમ તૈયાર પણ કરવામાં આવ્યું છે.

દુલ્હનની જેમ સજ્યું ગાંધીનગર :

આ વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતઆવવાના છે. 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે. આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે, જે અંતર્ગત 4 દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેવાના છે. UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેશે.

રંગબેરંગી લાઈટોનો ઝગમગાટ :

સોશિયલ મીડિયામાં ગાંધીનગરમાં વાઇબ્રન્ટની તૈયારીના ભાગ રૂપેના કેટલાક વીડિયો પણ વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે, જેમાં આખું ગાંધીનગર રંગબેરંગી લાઈટોથી ઝળહળતું પણ જોવા મળી રહ્યું છે.  શહેરની મહત્ત્વની સરકારી ઈમારતો, ગાર્ડન સહિતના વિસ્તારને રોશનીથી ઝગમગાટ કરી દેવામાં પણ આવ્યા છે. શહેરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ-તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનનો રાત્રિનો અદભૂત નજરો જોવા માટે પણ નગરજનો ઉમટી રહ્યા છે.

Niraj Patel