ગાંધીનગરમાં 50 વર્ષની ઉંમરે દંપતી બન્યા ફરી માતા-પિતા, કોરોનમાં 26 વર્ષનો એકનો એક કમાવનાર પુત્રનું મૃત્યુ થયેલું

કોરોનમાં 26 વર્ષનો દીકરો ગુમાવ્યો તો હવે આ દંપતી બન્યા ફરી માં-બાપ, 50 વર્ષની વયે રથયાત્રાને દિવસે જપોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળક….

ગુજરાત સહિત દેશ અને વિદેશમાં છેલ્લા બે વર્ષમાં કોરોનાએ ઘણો હાહાકાર મચાવ્યો હતો. કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાના સ્વજન પણ ગુમાવ્યા છે. ઘણા લોકોએ પોતાના એકના એક પુત્ર કે પુત્રીને ખોઇ તો ઘણા લોકોએ તેમના માતા-પિતાને ગુમાવ્યા. કોરોનાની બીજી લહેરમાં તો હજારો લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે મહામારીની બીજી લહેરમાં ગાંધીનગરમાં રહેતા 58 વર્ષીય મગનભાઇ ભાગોરા અને તેમના 50 વર્ષિય પત્નીએ પોતાનો એકનો એક 26 વર્ષનો દીકરો ગુમાવ્યો હતો. તેમના દીકરાને કોરોનાની બીજી લહેરમાં ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન થયુ હતુ અને તેને કારણે તેનું મોત થયુ હતુ.

26 વર્ષની ઉંમરે જ પુત્રનું મોત થતા દંપતિ પણ આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારે તેમણે IVF ટ્રીટમેન્ટથી રથયાત્રાના દિવસે જ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. મગનભાઇ ભાગોરા ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારી હતા, જે હાલ નિવૃત્ત છે. તેમના એકનો એક દીકરા માટે તેઓ છોકરી શોધી રહ્યા હતા અને કોરોનાની બીજી લહેરમાં તે ચપેટમાં આવી ગયો અને તેનું મોત થયુ. તેઓ કહે છે કે, દીકરાના ગયા બાદ તેમનું જીવન અંધકારમય બની ગયું હતુ. તેઓ અને તેમની પત્ની આઘાતમાં સરી પડ્યાં હતા.

તેમની આ સ્થિતિ જોઇ એક શિક્ષક મિત્રની સલાહ બાગ તેઓ આઇવીએફ ટ્રીટમેન્ટ માટે અમદાવાદના આંબાવાડીમાં ‘પ્લેનેટ વુમન’ના ડો.મેહુલ દામાણી અને ડો.સોનલ દામાણીને મળ્યા. ડો. દામાણીએ સ્થિતિ જાણી તપાસ કરી અને પછી સારવાર પણ શરૂ કરી. આ દરમિયાન ભગવાને તેમનો સાથ આપ્યો અને 50 વર્ષની વયે મગનભાઇ ભાગોરાની પત્નીએ રથયાત્રાને દિવસે જ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. આ બાબતને લઇને ડો.મેહુલ દામાણીએ જણાવ્યુ હતુ કે, 50 વર્ષની સ્ત્રીને પ્રેગ્નન્સી વખતે ઘણાં કોમ્પ્લિકેશન થાય છે, પરંતુ ભાગોરા દંપતી આ ઉંમરે ઘડપણનો સહારો શોધવાની આશાએ આવ્યું હતું.

મહિલાના ગર્ભાશયની સ્થિતિ સાનુકૂળ હતી, પણ અમારી સારવારની સાથે દંપતીએ પૂરતો સાથસહકાર આપ્યો, જેમાં મહિલાને ગર્ભાવસ્થા રહે તેવા ચોક્કસ ડોઝ આપતાં તેઓને રહ્યા પણ હતા અને 9 મહિના પછી તેમણે 1 જુલાઇના રોજ રથયાત્રાના દિવસે જ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને સિઝેરિયન દ્વારા જન્મ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે, એપ્રિલ મહિનામાં જ સરકારે ધ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) એક્ટ પસાર કર્યો છે, જે અંતર્ગત હવેથી 50 વર્ષથી વધુ વયની મહિલાની આઇવીએફ સારવાર થઇ શકશે નહીં. પરંતુ ગત વર્ષે આ દંપતિની સારવાર થઇ હતી, જેને કારણે તેમના ઘરે પુત્રની કિલકારીઓ ગુંજી.

Shah Jina