વાયરલ

પ્રવાસ દરમિયાન ઊંટની સવારી કરવા માટે ગયેલા બે લોકો જેમ તેમ કરીને ઊંટ પર બેસી તો ગયા, પરંતુ પછી થયું એવું કે જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે, જુઓ વીડિયો

ઊંટ પર બેસીને સવારી માણતા પહેલા જ આ બે લોકો સાથે થઇ ગયો મોટો કાંડ, વીડિયો વાયરલ થતા જ લોકોએ એવું એવું કહ્યું કે… જુઓ

ફરવા જવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે અને એટલે જ લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે અવાર નવાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ઘણીવાર કોઈ વિદેશમાં પણ ફરવા માટે જતું હોય છે તો ઘણીવાર કોઈ વ્યક્તિ દેશમાં જ અલગ અલગ રાજ્યોમાં કે નજીના સ્થળો પર ફરવા માટે જતા હોઈએ છીએ, પરંતુ જ્યાં પણ ફરવા માટે જઈએ ત્યાં અલગ અલગ રાઈડ, ઘોડે સવારી, ઊંટ સવારીનો આનંદ જરૂર માણતા હોઈએ છીએ.

પરંતુ ઘણીવાર આવી રાઈડનો આનંદ માણતી વખતે કોઈ દુર્ઘટના પણ ઘટતી હોય છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે વ્યક્તિઓ ઊંટની સવારી કરતી જોવા મળે છે અને ત્યારે જ એવું કંઈક થાય છે, જેને જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે. જો તમે પણ ક્યારેય ઊંટની સવારી કરી હશે ત્યારે આવું તમે પણ અનુભવ્યું જ હશે.

જ્યારે ઊંટ જમીન પર બેસીને ફરી ઉભો થાય છે ત્યારે તેના પર સવાર વ્યક્તિનું હૃદય જોરથી ધડકવા લાગે છે. કારણ કે ઊંટ જયારે ઉભું થાય ત્યારે માણસ આગળ પાછળ ફરવા લાગે છે.અને તેને એમ થાય છે કે તે નીચે પડી જશે. જો કે, લોકો સમજદારીથી વર્તે છે અને ઊંટને પકડી રાખે છે ! પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ક્લિપને જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે લોકો મહામુસીબતે ઊંટ પર સવારી કરવા માટે જાય છે અને જેમ તેમ કરીને ઊંટ પર બેસી જાય છે, ત્યારે જ ઊંટને ચલાવનારો ઊંટ ઉભું કરવા જાય છે, પરંતુ ઊંટ ઉભું થતા જ આગળના વ્યક્તિનું બેલેન્સ ડગમગે છે અને તે આગળની તરફ ઢળવા લાગે છે. જેવું જ ઊંટ ઉભું થાય છે કે તરત તે નીચે રેતીમાં ઊંટની ઉપરથી નીચે પડે છે. આ વીડિયોને આઇપીએસ અધિકારી રુપિન શર્માએ શેર કર્યો છે, જેને હજારો લોકો જોઈ ચુક્યા છે.