દેડકાના પેટમાં લબક ઝબક થતી હતી લાઈટ, વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા, પણ હકીકત સામે આવી ત્યારે હોશ ઉડી ગયા

સોશિયલ મીડિયામાં રોહ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો તો એવા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ખાસ કરીને લોકોને ઇન્ટરનેટ ઉપર પ્રાણીઓને લગતા વીડિયો જોવાનું ખુબ જ પસંદ હોય છે, અને એવા ઘણા વીડિયો સામે આવે છે જેમાં પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી એવી હરકતો કેમેરામાં કેદ થઇ જાય છે કે તે જોઈને કોઈના પણ હોશ ઉડી જાય.


હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દેડકાના પેટમાં લબક ઝબક થતી એક લાઈટ સળગતી જોવા મળી રહી છે. માત્ર 15 સેકેંડના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દીધી છે કે આખરે કેવી રીતે એ સંભવ છે કે દેડકાના પેટમાં આ રીતે લાઈટ થાય ?


ઘણા લોકો આ વીડિયો વાયરલ થતા કોમેન્ટમાં જ પૂછી રહ્યા છે કે આ કેવી રીતે શક્ય છે ? તો ઘણા લોકોને આ વીડિયો સાચો હોવા પ્રત્યે પણ શંકા થઇ રહી છે. પરંતુ વીડિયોને જોતા એમ લાગે છે કે આ સાચું જ છે અને દેડકાના પેટમાં થોડી થોડી વાર લાઈટ ઝબૂકી રહી છે. ત્યારે તેની પાછળનું કારણ સામે આવ્યું ત્યારે લોકો પણ હેરાન રહી ગયા.

હકીકતમાં બન્યું એવું કે દેડકાએ થોડીવાર પહેલા જ એક આગિયો ગળી લીધો હતો અને આપણે બધા જ જાણીએ છીએ કે આગિયાના શરીરમાં લાઈટ ઝબકે છે, ત્યારે આ દેડકો આગિયો ગળી ગયો અને તે તેના પેટમાં પણ જીવતો હોવાના કારણે તેના શરીરની અંદરથી લાઈટ લબક ઝબક થતી જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel