ઓસ્ટ્રેલિયામાં આ ભારતીયોએ તો બૂમ પડાવી દીધી… મોટું સ્પીકર ખભા પર મૂકીને “આયે હમ બારાતી” ફૂલ વોલ્યુમમાં વગાડ્યું, લોકો જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

મોટું બુમબોક્સ ખભે રાખીને ઓસ્ટ્રેલિયાના બીચ પર આ ભારતીય મિત્રોએ મચાવી બોલીવુડના ગીતોની રમઝટ, નજારો જોઈને લોકો પણ હસવા લાગ્યા, જુઓ વાયરલ વીડિયો

ભારતના લોકો ગીતોના ખુબ જ શોખીન હોય છે અને મોટા અવાજે ગીતો પણ વગાડતા હોય છે. તમે કોઈ રિક્ષામાં બેસો કે પછી કોઈ જગ્યાએ ફરવા માટે જાવ ત્યાં પણ તમને મોટા અવાજે વાગતા ગીતો સંભળાઈ જ જશે. પરંતુ જો તમે વિદેશમાં જાવ તો બધે જ નીરવ શાંતિ જોવા મળતી હોય. પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક ભારતીય લોકો વિદેશમાં ભારતીય ગીતોની ધૂમ મચાવતા હોવા મળે છે.

ઓસ્ટ્રેલિયાના લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે બોલિવૂડનું પ્રખ્યાત ગીત “આયે હમ બારાતી” તેમના દેશમાં પણ વગાડવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના એક બીચની આ ઘટના છે. જ્યારે કેટલાક ભારતીય મિત્રો ત્યાં પહોંચ્યા તો તેઓએ અભિનેતા અજય દેવગણની ફિલ્મનું ગીત “આયે હમ બારાતી” વગાડવાનું શરૂ કર્યું. જે બાદ લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને બધા હસી પડ્યા.

આ વીડિયો ડ્રિમ ડોલર નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ ક્લિપ ખૂબ ટૂંકી છે, જેમાં ઓસ્ટ્રેલિયન બીચ પર મિત્રોનું એક જૂથ જોવા મળે છે. તેની પાસે એક બૂમબોક્સ છે, જેમાં અજય દેવગનની ફિલ્મનું આયે હમ બારાતીનું મનપસંદ ગીત ફાસ્ટ ટ્યુનમાં વાગી રહ્યું છે. વીડિયોમાં મિત્રો ગીતના ટ્રેક પર ડાન્સ કરી રહ્યાં છે અને હસી રહ્યાં છે.

આ વીડિયોને જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં તેને લાખો વખત જોવામાં આવી ચૂક્યો છે. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે તે હસવાનું રોકી શકશે નહીં. જણાવી દઈએ કે આ ગીત અજય દેવગનની ફિલ્મ જીગરનું છે, જે વર્ષ 1992માં આવી હતી. જેને પ્રખ્યાત ગાયક કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે.

Niraj Patel