આવા મિત્રો હોય તો દુશ્મનોની શી જરૂર ? લગ્નના મંડપમાં વરરાજાના મિત્રોએ લગાવ્યા એવા એવા નારા કે વરરાજાને બોલવું પડ્યું, “ચૂપ થાઓ હવે..” જુઓ વીડિયો
Friends of the groom raised slogans : આપણે ત્યાં લગ્ન એટલા ધામધૂમથી ઉજવાય છે કે લગ્નનો પ્રસંગ એક તહેવાર જેવો બની જાય છે અને નાનેરાંઓથી લઈને મોટેરાઓ પણ આ પ્રસંગને ખુશીથી માણતા હોય છે, ત્યારે હાલ ચાલતી લગ્નની સીઝનમાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં લગ્નની રોનક જામતી જોવા મળે છે તો ઘણા વીડિયોની અંદર વર કન્યાના મિત્રો દ્વારા ચાલતા હસી મજાક પણ દિલ જીતી લેતા હોય છે. હાલ પણ એક એવો જ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
મિત્રોએ લગાવ્યા નારા :
જ્યારે પણ કોઈના લગ્ન થાય છે, ત્યારે તે તેના મિત્રોને ચોક્કસપણે આમંત્રણ આપે છે. આટલું જ નહીં લગ્ન સમયે વર-કન્યાના મિત્રો અને સંબંધીઓ ખૂબ જ મસ્તી કરે છે. આ દરમિયાન મહેમાનો પણ ખૂબ હસે છે. આજકાલ વરરાજાના મિત્રો એટલી મજાક કરે છે કે સંબંધીઓ પણ હસવા લાગે છે. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળ્યું. વીડિયોમાં વરના મિત્રોએ નારા લગાવ્યા અને તે પણ કન્યાના પક્ષમાં. આખો વિડિયો જોયા પછી તમે પણ હસી પડશો.
વરરાજા વરમાળા છોડીને ના કહેવા ગયો :
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વર-કન્યા સ્ટેજ પર ઉભા છે અને વરમાળાની વિધિ કરવામાં આવી રહી છે. જ્યારે વરરાજા તેના મિત્રો તરફ જુએ છે, ત્યારે તેઓ કંઈક કહી રહ્યા છે. તેણે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો કે તરત જ તેના ચહેરા પર સ્મિત દેખાયું. વાસ્તવમાં, વરરાજાના મિત્રો નારા લગાવી રહ્યા છે કે ‘ભાભી, તમે વાસણો ધોવડાવજો અમે તમારી સાથે છીએ’. આ સાંભળીને, વરરાજા તેની વરમાળાની વિધિ છોડી દે છે અને તેના મિત્રો તરફ જોવા લાગે છે.
View this post on Instagram
વાયરલ થયો વીડિયો :
વીડિયો હજી પૂરો થયો નથી. આ પછી પણ તેના મિત્રો નારા લગાવે છે અને કહે છે – “ભાભી, તમે કચરો વળાવજો, અમે તમારી સાથે છીએ.” આ સૂત્રો સાંભળ્યા પછી, માત્ર વર જ નહીં પરંતુ તેની ભાવિ કન્યા પણ હસી પડે છે. વરરાજા પણ શાંત થવાનો સંકેત આપે છે, પરંતુ તેના મિત્રો રોકવાના મૂડમાં નથી. આ પછી પણ વરરાજાના મિત્રોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. માત્ર થોડી સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.