બાગેશ્વર ધામ ફરી આવ્યો વિવાદમાં, પોતાની અરજી લઈને આવેલા એક વ્યક્તિની મળી લાશ, એક મહિનામાં જ આ ચોથી લાશ મળી, જાણો સમગ્ર મામલો

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે પોતાની અરજી લઈને આવ્યો હતો આ વ્યક્તિ, પરંતુ હવે મળી તેની લાશ, શરીર પર એકપણ કપડું નહોતું, જાણો સમગ્ર મામલો

Fourth body was found in Bageshwar Dham : મધ્ય પ્રદેશના છત્તપુરમાં આવેલા બાગેશ્વર ધામ સતત ચર્ચામાં રહે છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ચમત્કારોને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બાગેશ્વર ધામમાંથી સામે આવી છે, જેમાં ધામમાં અરજી લગાવવા આવેલા એક વ્યક્તિની લાશ મળવાના કારણે હડકંપ મચી ગયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે એક મહિનામાં અહીંથી ચોથો મૃતદેહ મળી આવ્યો છે. હકીકતમાં આજે બાયપાસ રોડ પરથી બાગેશ્વર ધામમાં અરજી કરવા આવેલા એક વ્યક્તિની લાશ મળી આવી હતી. મૃતદેહ અંગેની માહિતી પોલીસને મળતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી.

એક મહિનામાં ચોથી ડેડબોડી મળી આવતા પોલીસ પણ ગભરાટમાં છે. બાગેશ્વર ધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓની ચિંતા વધે તે પણ સ્વાભાવિક છે. આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે વ્યક્તિ બાગેશ્વર ધામમાં પૂજા કરવા આવ્યો હતો. વ્યક્તિના મૃતદેહ પર એક પણ કપડું નહોતું.

વ્યક્તિની લાશ મળી આવી છે, તે મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે. આ પહેલા 17 જૂનના રોજ એક વ્યક્તિની લાશ મળી આવી હતી. અને 11 જૂનના રોજ એક મૃતદેહ પણ મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 1 મહિનામાં બાગેશ્વર ધામમાંથી ચોથો મૃતદેહ મળી આવ્યો છે. બાગેશ્વર ધામની સુરક્ષાને લઈને ચિંતા પેદા કરતા સમાચારો સતત સામે આવી રહ્યા છે.

Niraj Patel