ખબર

સેલવાસના ચાર લગ્ન કરનાર વેપારી જે પત્ની સાથે વાપીના બંગલામાં અઠવાડિયામાં એક વાર જ જતા હતા, તે ઘરમાં જઈને કર્યો આપઘાત

પત્ની સાથે વાપીના બંગલા ઉપર અઠવાડિયામાં એક વાર જ જતા હતા, તે ઘરમાં જઈને કર્યો આપઘાત

દેશભરમાં આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ગુજરાતમાંથી પણ આપઘાતના ઘણા બનાવો સામે આવ્યા છે, જેમાં ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવીને તો ઘણા લોકો પ્રેમમાં દગો મળવાના કારણે આપઘાત કરી લેતા હોય છે, ત્યારે હાલ સેલવાસથી પણ એક વ્યક્તિના આપઘાત કરવાની ખબર સામે આવી રહી છે.

દિવ્યભાસ્કરના આર્ટિકલ પ્રમાણે વાપી-દમણ રોડ સ્થિત કુંતામાં રોયલ વિલેજ બંગલો નં.એ-18માં સેલવાસના વેપારી 60 વર્ષીય પ્રકાશભાઇ નવીનચન્દ્ર ભાવસારે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં પ્રકાશભાઈની પત્ની યુક્તિબેને પોલીસને જણાવ્યું હતું કે, પ્રકાશભાઇ ભાવસાર સેલવાસના પ્રમુખ વિહારમાં તેમની સાથે રહે છે અને અઠવાડિયામાં એક વાર આ બંગલોમાં રહેવા માટે આવતા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પ્રકાશભાઈની પહેલી પત્ની સેલવાસની જ હતી અને તેના આપઘાત કરી લીધા બાદ પ્રકાશભાઈએ બીજા ત્રણ લગ્ન પણ કર્યા હતા. જેમાં ચોથી પત્નીનું નામ યુક્તિબેન હતું. પ્રકાશભાઈ એક વેપારી છે. તેઓ સેલવાસમાં ભાવસાર એન્ડ સન્સ નામથી મોબાઇલની દુકાન ચલાવતા હતા.

પ્રકાશભાઈના આપઘાતનું કારણ તેમની ચોથી પત્ની યુક્તિબેનને જાણ ના હોવાના કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસ દ્વારા લાશને કબ્જો મળેવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે અને પ્રકાશભાઈના આપઘાત પાછળનું કારણ તપાસવા માટે પરિવારના સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.